કીર્તન મુક્તાવલી
આંખથી યોગીબાપાને મેં જોયા
૧-૯૫૩: વિજયદાનજી કવિ
Category: યોગીજી મહારાજનાં પદો
આંખથી યોગીબાપાને મેં જોયા,
કે હૈયાં મારાં હળવાં થયાં રે જી;
અંતરમાં યોગી મહારાજ જ્યાં આવ્યા,
કે હૈયાં મારાં હળવાં થયાં રે જી... ꠶ટેક
હાં રે એની બોલીમાં ભાગવત પોતે,
આવીને માંડે બોલવા રે જી;
હાં રે એની વાણી છે વચનામૃત ધારા,
કે દુનિયા માંડે ડોલવા રે જી... આંખથી꠶ ૧
હાં રે એનું પંડ છે પારસમણિ,
લોઢાને કંચન કરે રે જી;
હાં રે એની આંખ્યુંમાં અમૃત કૂંપા,
મડાંને બેઠાં કરે રે જી... આંખથી꠶ ૨
હાં રે એના થાપે થર થર કંપે,
પહાડો ઓલ્યા પાપના રે જી;
હાં રે એના ચરણોમાં દુઃખ દૂર,
થઈ જાય (ઓલ્યાં) જનમોજનમનાં જી... આંખથી꠶ ૩
હાં રે એને ગોતવા આકાશ પાતાળ,
ત્રણે લોક ફરી વળ્યો રે જી;
હાં રે મારા દિલમાં પ્રગટ્યા દીવા,
ખાવિંદ મને ખરો મળ્યો રે જી... આંખથી꠶ ૪
હાં રે મેં તો વાણીનાં ફૂલડાં ગૂંથ્યાં,
કે ફૂલમાં ફોરમ નથી રે જી;
ફોરમું યોગી બાપાની પાસે,
આપે તો ફૂલ ફોર્યાં કરે રે જી... આંખથી꠶ ૫
Ānkhthī Yogībāpāne me joyā
1-953: Vijaydanji Kavi
Category: Yogiji Maharajna Pad
Ānkhthī Yogībāpāne me joyā,
Ke haiyā mārā haḷvā thayā re jī;
Antarmā Yogī Mahārāj jyā āvyā,
Ke haiyā mārā haḷvā thayā re jī...
Hā re enī bolīmā Bhāgvat pote,
Āvīne mānḍe bolvā re jī;
Hā re enī vāṇī chhe Vachanāmrut dhārā,
Ke duniyā mānḍe ḍolvā re jī... ānkhthī 1
Hā re enu panḍ chhe pārasmaṇi,
Loḍhāne kanchan kare re jī;
Hā re enī ānkhyu mā amrut kūpā,
Madā ne beṭhā kare re jī... ānkhthī 2
Hā re enā thāpe thar thar kampe,
Pahāḍo olyā pāpnā re jī;
Hā re enā charaṇomā dukh dur,
Thaī jāy (olyā) janmo janamnājī... ānkhthī 3
Hā re ene gotvā ākāsh pātāḷ,
Traṇe lok farī vaḷyo re jī;
Hā re mārā dilmā pragaṭyā dīvā,
Khāvind mane kharo maḷyo re jī... ānkhthī 4
Hā re me to vāṇīnā fūlḍā gūnthyā,
Ke fūlmā foram nathī re jī;
Foramu Yogī Bāpānī pāse,
Āpe to fūl foryā kare re jī... ānkhthī 5