કીર્તન મુક્તાવલી

ધન્ય જેને મળિયો યોગીજીનો સંગ

૧-૯૫૪: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

રાગ: ભૈરવી

ધન્ય જેને મળિયો યોગીજીનો સંગ;

યોગીજીનો સંગ, પામે શ્રીજીનો રંગ... ધન્ય꠶ ટેક

યોગીજીને સંગ પામે ચારે પદારથ,

 છૂટી જાય મનડાનો જંગ;

આનંદનો સાગર આ હૈયામાં ઊલટે,

 ને નવા નવા જાગે ઉમંગ... ધન્ય꠶ ૧

આવે ઉમંગ ત્યારે લાગે સાચી લગની,

 વહેતી આંસુડાની ગંગ;

ત્યારે જન્મો જનમનાં ધોવાય છે પાપો,

 ને નિર્મળ બને અંગે અંગ... ધન્ય꠶ ૨

પ્રીત કરો એવી યોગી બાપાથી,

 જેવી દીપથી કરે છે પતંગ;

મોજ માણે છે એની જ્યોતિમાં જલનારા,

 બીજા જાણે ના એના રંગ ઢંગ... ધન્ય꠶ ૩

ભલે ડહાપણ ડોળે ઓલ્યા દુનિયાના ડાહ્યા,

 તમે રહેજો દુનિયાથી અસંગ;

રટો સ્વામિનારાયણનું નામ નિરંતર,

 તો મળે છે ભક્તિ અભંગ... ધન્ય꠶ ૪

પુણ્ય જાગે કરોડો જનમનાં એક સાથે,

 પામે યોગી બાપાનો સતસંગ;

યોગી બાપાના રંગે રંગાયા ‘ઘનશ્યામ’,

 પછી ચડે ન બીજો કોઈ રંગ... ધન્ય꠶ ૫

Dhanya jene maḷiyo Yogījīno sang

1-954: unknown

Category: Yogiji Maharajna Pad

Raag(s): Bhairavi

Dhanya jene maḷiyo Yogījīno sang;

 Yogījīno sang, pāme Shrījīno rang...

Yogījīne sang pāme chāre padārath,

 Chhuṭī jāy manḍāno jang;

Ānandno sāgar ā haiyāmā ūlṭe,

 Ne navā navā jāge umang... dhanya 1

Āve umang tyāre lāge sāchī lagnī,

 Vahetī āsuḍānī gang;

Tyāre janmo janamnā dhovāy chhe pāpo,

 Ne nīrmaḷ bane ange ang... dhanya 2

Prīt karo evī Yogī Bāpāthī,

 Jevī dīpthī kare chhe patang;

Moj māṇe chhe enī jyoti mā jalnārā,

 Bījā jāṇe nā enā rang dhang... dhanya 3

Bhale ḍahāpaṇ ḍoḷe olyā duniyāṇā ḍāhyā,

 Tame rahejo duniyāthī asang;

Raṭo Swāminārāyaṇ nu nām nirantar,

 To maḷe chhe bhakti abhang... dhanya 4

Puṇya jāge karoḍo janamnā ek sāthe,

 Pāme Yogī Bāpāno satsang;

Yogī Bāpānā range rangāyā ‘Ghanshyām’,

 Pachhī chaḍe na bijo koī rang... dhanya 5

loading