કીર્તન મુક્તાવલી
મારા ચિત્તલડાને ચોરી યોગી જાય ક્યાં
૧-૯૫૫: શ્રી જયંતીભાઈ ટાંક
Category: યોગીજી મહારાજનાં પદો
મારા ચિત્તલડાને ચોરી, યોગી જાય ક્યાં;
ભાલે તિલક રૂડું કીધું, મારું મનડું મોહી લીધું;
મારા મનનો એ મોર, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૧
એ નયનોએ જાદુ કીધાં, મારાં કાળજ કોરી લીધાં;
એ તો નયનો નચાવી, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૨
એની દિવ્ય અનુપમ વાણી, વહેતી અમૃત રસની લ્હાણી;
એનો સ્વાદ ચખાડી, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૩
વહાલા ચાલ ચટકતી તારી, દૃષ્ટિ તૃપ્ત ન થાયે મારી;
મુને ઘેલી બનાવી, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૪
વહાલા લટકો તારો જોઈ, મેં તો શુધ બુધ મારી ખોઈ;
મુને માયા લગાડી, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૫
સ્વામી શ્રીજી હૃદયે વસતા, યજ્ઞપુરુષ ભેળા હસતા;
મારો જીવન આધાર, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૬
યોગી ભક્તોનો રખવાળો, મારાં નયનોનો એ તારો;
મારી નૈયાને તારનારો, (યોગી) જાય ક્યાં રે... મારા꠶ ૭
એને સ્નેહ સજીને સાધ્યો, એને પ્રેમ બંધને બાંધ્યો;
પૂર્યો ‘જયંત’ હૃદયેથી, યોગી જાય ક્યાં રે... મારા꠶ ૮
Mārā chittalḍāne chorī Yogī jāy kyā
1-955: Shri Jayantibhai Tank
Category: Yogiji Maharajna Pad
Mārā chittalḍāne chorī, Yogī jāy kyā;
Bhāle tilak rūdu kīdhu, māru manḍu mohī līdhu;
Mārā manno e mor, Yogī jāy kyā re... mārā 1
E nayanoe jādu kīdhā, mārā kāḷaj korī lidhā;
E to nayano nachāvī, Yogī jāy kyā re... mārā 2
Enī divya anupam vāṇī, vahetī amrut rasnī lhānī;
Eno svād chakhāḍī, Yogī jāy kyā re... mārā 3
Vahālā chāl chaṭaktī tārī, drashṭi trupt na thāye marī;
Mune ghelī banāvī, Yogī jāy kyā re... mārā 4
Vahālā laṭko tāro joī, me to shudh budh mārī khoī;
Mune māyā lagāḍi, Yogī jāy kyā re... mārā 5
Swāmī Shrījī hradaye vastā, Yagnapurush bheḷā hastā;
Māro jīvan ādhār, Yogī jāy kyā re... mārā 6
Yogī bhaktono rakhvāḷo, mārā nayanono e tāro;
Mārī naiyāno tārnāro, (Yogī) jāy kyā re... mārā 7
Ene sneh sajine sādhyo, ene prem bandhne bāndhyo;
Puryo ‘Jayant’ hradayethī, Yogī jāy kyā re... mārā 8