કીર્તન મુક્તાવલી
મોક્ષને માટે આ રે જગતમાં શાને તું અથડાયે
૧-૯૫૮: વલ્લભદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
મોક્ષને માટે આ રે જગતમાં શાને તું અથડાયે,
પ્રભુજી, પ્રગટ રહે સંત માંહે... ꠶ટેક
વચનામૃતમાં વચન વહાલાનાં, સંતમાં રહું છું સદાયે;
હું તે સંત ને સંત તે હું છું, મજિયારો ન વેં’ચાયે... પ્રભુજી꠶ ૧
સંત મળ્યા વિના સંસાર સાગર, કદીયે તરી ન શકાયે;
સંત સુકાની સાચા મળે તો, પાર પહોંચી જવાયે... પ્રભુજી꠶ ૨
પ્રગટ હોયે પ્રભુજી જ્યારે, જીવથી નવ ઓળખાયે;
મનુષ્યભાવ કલ્પ્યા કરે છે, પાછળથી ગુણ ગાયે... પ્રભુજી꠶ ૩
સાચા સંતને ઓળખ્યા વિનાના, ભવમાં બહુ ભટકાયે;
વલ્લભદાસ ગુરુ જ્ઞાનજીવનજી, મળતાં મુક્તિ થાયે... પ્રભુજી꠶ ૪
Mokshane maṭe ā re jagatmā shāne tu athḍāye
1-958: Vallabhdas
Category: Yogiji Maharajna Pad
Mokshane maṭe ā re jagatmā,
shāne tu athḍāye,
Prabhujī, pragaṭ rahe sant māhe...
Vachanāmrutmā vachan vahālānā,
santmā rahu chhu sadāye;
Hu te sant ne sant te hu chhu,
majiyāro na ve’chāye..Prabhujī 1
Sant maḷyā vinā sansār sāgar,
kadīye tarī na shakāye;
Sant sukānī sāchā maḷe to,
pār pahochī javāye..Prabhujī 2
Pragaṭ hoye Prabhujī jyāre,
jīvathī nav oḷkhāye;
Manushyabhāv kalpyā kare chhe,
pāchhaḷthī guṇ gāye..Prabhujī 3
Sāchā santne oḷkhyā vinānā,
bhavmā bahu bhaṭkāye;
Vallabhdās guru Gnānjīvanjī,
maḷtā mukti thāye..Prabhujī 4