કીર્તન મુક્તાવલી
યોગી આંખડી તમારી આ જમુનાનાં નીર છે
૧-૯૫૯: ઘનશ્યામભાઈ
Category: યોગીજી મહારાજનાં પદો
યોગી આંખડી તમારી આ, જમુનાનાં નીર છે;
જોજો જરા નજર કરી આ, ઈજા ગંભીર છે... ꠶ટેક
જાણો છો દિલના દર્દને, શું મુખથી કહું;
કૃપા નિધાન કરશો દયા, આ દિલને ધીર છે... યોગી꠶ ૧
મથી મથી ને માંડ હું, પહોંચ્યો છું તમ કને;
સ્વીકારો સોંપ્યું આપને, આ મન શરીર છે... યોગી꠶ ૨
આ બેસહારા બાળનો, છો આપ આશરો;
માગે તે આપવાની, તમારી તાસીર છે... યોગી꠶ ૩
દુર્ગુણની વણઝારને, હવે તો દૂર કરો;
પાપોની પીડને હરો, મનડું અધીર છે... યોગી꠶ ૪
ઇચ્છા બધી મટાડીને, આશા પૂરી કરો;
‘ઘનશ્યામ’ હૃદય મૂર્તિ, યોગીજીની સ્થિર છે... યોગી꠶ ૫
Yogī ānkhḍī tamārī ā Jamunāṇā nīr chhe
1-959: Ghanshyambhai
Category: Yogiji Maharajna Pad
Yogī ānkhḍī tamārī ā, Jamunāṇā nīr chhe;
Jojo jarā najar karī ā, ījā gambhīr chhe...
Jāṇo chho dilnā dardne, shu mukhthī kahu;
Krupā nidhān karsho dayā, ā dilne dhīr chhe... Yogījī 1
Mathī mathī ne mānḍ hu, pahochyo chhu tam kane;
Svīkāro sopyu āpne, ā man sharīr chhe... Yogījī 2
Ā besahārā bāḷno, chho āp āshro;
Māge te āpvānī, tamārī tāsir chhe... Yogījī 3
Durguṇnī vaṇjhārne, have to dūr karo;
Pāponī pīḍne haro, manḍu adhīr chhe... Yogījī 4
Ichchhā badhī maṭāḍīne, āshā pūrī karo;
‘Ghanshyām’ hraday mūrti, Yogījīnī sthir chhe... Yogījī 5