કીર્તન મુક્તાવલી

સૌને શીતળ છાંયલડી યોગીબાપા દેતા

૧-૯૬૧: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

સાખી

ગોંડલ ગામમાં, અક્ષર ધામમાં, યોગીબાપા બિરાજ્યા છે,

નિર્મળ ભક્તિ, પ્રેમભાવના, સાચા સાજ સજાવ્યા છે.

તો જ્ઞાનગંગ ત્યાં નિર્મળ વહેતી, સૌને સ્નાન કરાવ્યાં છે,

વાણી અમૃત પીવા ઘનશ્યામ, કંઈ દેશવિદેશથી આવ્યા છે.

સૌને શીતળ છાંયલડી, યોગીબાપા દેતા,

 ત્રિવિધ તાપો નિવારે રહેમથી... ꠶ટેક

દીન દુઃખિયોનાં દુખડાં એ પલમાં નિવારે,

 સંતાપો મિટાવે સાચા નેમથી;

કોઈ દાઝ્યા દિલોના ઘાવોને રુઝવવા,

 યોગી બાપા આવ્યા જગમાં પ્રેમથી. ꠶ ૧

કોઈ તનના રોગી ને કોઈ દિલડાના દુઃખિયા,

 કોઈ રાજી રહેતા હોય હેમથી;

કોઈ છૈયાંના ભૂખ્યાને માગ્યું દઈ દેતા,

 બાપા સૌને નીરખતા સાચા પ્રેમથી. ꠶ ૨

હસતું મુખ રાખીને સૌને હસાવતા,

 જાણે અમૃત વરસે છે એનાં નેણથી;

દઈ તાળી ને વાણી તો એવી રેલાવે,

 જાણે અમૃત વરસે છે એનાં વેણથી. ꠶ ૩

એ યોગીના ચરણોની શીતળ છાંયલડીમાં,

 આવે જગતથી જે મથી;

એ સૌને ‘ઘનશ્યામ’ સાચા રૂપો દેખાડે,

 ત્યારે મેળવશે બ્રહ્મમાં એ પ્રેમથી. ꠶ ૪

Saune shitaḷ chhāyalḍī Yogī Bāpā deṭā

1-961: unknown

Category: Yogiji Maharajna Pad

Sākhī

Gonḍal gāmmā, Akshar Dhāmmā, Yogī Bāpā birājyā chhe,

Nirmaḷ bhakti, prembhāvnā, sāchā sāj sajāvyā chhe.

To gnāngang tyā nīrmaḷ vahetī, saune snān karāvyā chhe,

Vāṇī amrut pīvā Ghanshyām, kaī deshvideshthī āvyā chhe.

Saune shitaḷ chhāyalḍī, Yogī Bāpā deṭā,

Trividh tāpo nīvāre rahemthī...

Din dukhiyonā dukhḍā e palmā nivāre,

Santāpo miṭāve sāchā nemthī;

Koī dājhyā dilonā ghāvone rujhavvā,

Yogī Bāpā āvyā jagmā premthī... 1

Koī tannā rogī ne koī dildānā dukhiyā,

Koī rājī rahetā hoy hemthī;

Koī chhaiyā nā bhukhyāne māgyu daī deṭā,

Bāpā saune nīrakhtā sāchā premthī... 2

Hastu mukh rākhīne saune hasāvtā,

Jāṇe amrut varse chhe enā neṇthī;

Daī tāḷī ne vāṇī to evī relāve,

Jāṇe amrut varse chhe ena veṇthī... 3

E Yogīnā charaṇnī shītaḷ chhāyalḍīmā,

Āve jagatthī je mathī;

E saune ‘Ghanshyām’ sāchā rūpo dekhāḍe,

Tyāre meḷavshe brahmamā e premthī... 4

loading