કીર્તન મુક્તાવલી
મને સંત મળ્યા ભગવંત મળ્યા
મને સંત મળ્યા ભગવંત મળ્યા,
મારાં જનમોજનમનાં પુણ્ય ફળ્યા... મને꠶ ટેક
અડસઠ તીરથ જેની કાયા છે, જે સત્સંગીઓની છાયા છે;
એવા શ્યામ મળ્યા ઘનશ્યામ મળ્યા... મારાં꠶ ૧
જેણે મોહતણી લંકા જીતી, રાખે સહુ પર એ સરખી પ્રીતિ;
એવા રામ મળ્યા અભિરામ મળ્યા... મારાં꠶ ૨
વિના સંત કૃપા ક્યાંય ભક્તિ નથી, ને ભક્તિ વિના ક્યાંય મુક્તિ નથી;
તપ ધ્યાની મળ્યા, નિરમાની મળ્યા... મારાં꠶ ૩
જેનાં ચરણોમાં ગંગા આવી વહે, જેનાં દર્શનથી સુખ શાંતિ મળે;
મહારાજ મળ્યા યોગીરાજ મળ્યા,
યોગીરાજ મળ્યા, પ્રમુખસ્વામી મળ્યા... મારાં꠶ ૪
Mane sant maḷyā Bhagvant maḷyā
Mane sant maḷyā Bhagvant maḷyā,
Marā janamojanamnā puṇya faḷyā...
Aḍsaṭh tīrath jenī kāyā chhe,
je satsangīonī chhāyā chhe;
Evā Shyām maḷyā Ghanshyām maḷyā... mārā 1
Jene mohtaṇī Lankā jīti,
rākhe sahu par e sarkhī prīti;
Evā Rām maḷyā abhirām maḷyā... mārā 2
Vinā sant krupā kyāy bhakti nathī,
ne bhakti vinā kyāy mukti nathī;
Tap dhyānī maḷyā, nirmanī maḷyā... mārā 3
Jenā charaṇomā Gangā āvī vahe,
jenā darshanthī sukh shānti maḷe;
Mahārāj maḷyā Yogīrāj maḷyā... mārā 4