કીર્તન મુક્તાવલી
દેતો દેતો ને દેતો જોગીડો દેતો દેતો ને દેતો
૧-૯૬૯: કાગ બાપુ
Category: યોગીજી મહારાજનાં પદો
દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો,
એજી એનો કાંઈ ન બદલો લેતો દયાળુ... ꠶ટેક
નીતિ દેતો, રીતિ દેતો, દઈને કાંઈ ન કહેતો,
વિવેક દેતો, વિનય દેતો, આખો દી દેતો ને દેતો... ꠶ ૧
સંસાર કેરાં સુખડાં દેતો, બીજા ભવનું કહેતો,
દૂધ દેતો, દિકરા દેતો, પોતે દુઃખડાં સહેતો... ꠶ ૨
દૃષ્ટિ દેતો, પુષ્ટિ દેતો, દેવા જનમિયો એ તો,
શીખવતો એ દાન દેવાનું, લેવાનું કાંઈ નવ કહેતો... ꠶ ૩
‘કાગ’ને દીધું, હંસને દીધું, ભેદની વાતો ન કહેતો,
ભોળો જોગી એટલું આપે, લેનાર થાકી રહેતો... ꠶ ૪
Deto deto ne deto Jogīḍo deto deto ne deto
1-969: Kaag Bapu
Category: Yogiji Maharajna Pad
Deto deto ne deto, Jogīḍo deto deto ne deto,
Ejī eno kāī na badlo leto dayāḷu...
Nīti deto, rīti deto, daīne kaī na kaheto,
Vivek deto, vinay deto, ākho dī deto ne deto... 1
Sansār kerā sukhḍā deto, bījā bhavnu kaheto,
Dūdh deto, dikrā deto, pote dukhḍā saheto... 2
Drashṭi deto, pushṭi deto, devā anamiyo e to,
shīkhavto e dān devānu, levānu kāi nav kaheto... 3
‘Kāg’ ne dīdhu, hansne dīdhu, bhednī vāto na kaheto,
Bhoḷo Jogī eṭlu āpe, lenār thākī raheto... 4