કીર્તન મુક્તાવલી
યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો
૧-૯૭૩: શંકરદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ... આવો તે꠶ ટેક
હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ... આવો તે꠶ ૧
મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ... આવો તે꠶ ૨
રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજ... આવો તે꠶ ૩
તારું મુખડું જોયું ને મેં તો ભાન ખોયું,
મારા તૂટે છે દિલડાના તાર યોગીરાજ... આવો તે꠶ ૪
રંગ એવો ઊડ્યો કે મારું હૈયું રંગ્યું,
હૈયું રહેતું નથી મારે હાથ યોગીરાજ... આવો તે꠶ ૫
તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા,
ભાંગી જનમોજનમની ભૂખ યોગીરાજ... આવો તે꠶ ૬
દાસ શંકર રંગાયો તારા રંગમાં,
જેણે જીવન સમર્પણ કીધું યોગીરાજ... આવો તે꠶ ૭
Yogī āvo te rang mune shīd lagāḍyo
1-973: Shankardas
Category: Yogiji Maharajna Pad
Yogī āvo te rang mune shīd lagāḍyo,
Bījo chaḍto nathī eke rang, Yogīrāj...
Hu to Gonḍal gayo na māru man mohyu,
Mārī jāgī pūravnī prīt, Yogīrāj... āvo te 1
Māre rahevu ahīyā na meḷ tāro thayo,
Have kem karī dahāḍā jāy, Yogīrāj... āvo te 2
Rang chhāntyo to chhānṭī have pūro karo,
Nitya tārā to thaīne rahevāy, Yogīrāj... āvo te 3
Tārū mukhḍu joyu na me to bhān khoyu,
Mārā tūṭe chhe dildānā tār, Yogīrāj... āvo te 4
Rang evo ūḍyo ke māru haiyu rangyu,
Haiyu rahetu nathī māre hāth, Yogīrāj... āvo te 5
Tame pragaṭ maḷyā na sarva tāp ṭaḷyā,
Bhāngī janmo-janamni bhukh, Yogīrāj... āvo te 6
Dās Shankar rangāyo tārā rangmā,
Jeṇe jīvan samarpaṇ kīdhu, Yogīrāj... āvo te 7