કીર્તન મુક્તાવલી
સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો
૧-૯૭૪: અજાણ્ય
Category: યોગીજી મહારાજનાં પદો
યોગી (સ્વામી) બાપા અમારી તમે રક્ષા કરો,
મમ મસ્તક પર તમે હસ્ત ધરો... યોગી꠶ ટેક
મારા હૈયા તણો સહુ મેલ હરો,
વળી ભક્તિ તણો રૂડો ભાવ ભરો;
મારે આશરો એક તમારો રહો... યોગી꠶ ૧
મારા હાથમાં આપનું કામ હજો,
મારા મુખમાં આપનું નામ હજો;
મારે કાને કથા અવિરામ હજો... યોગી꠶ ૨
કામ ક્રોધ કદાપિ મને લૂંટે નહીં,
મારી ધીરજનું બળ ખૂટે નહીં;
મારા પ્રેમનો તાંતણો તૂટે નહીં... યોગી꠶ ૩
મને સદાય સંતોનો સંગ હજો,
મને પ્રભુ ભજનમાં પ્રસંગ હજો;
અંગે અંગમાં ભક્તિનો રંગ હજો... યોગી꠶ ૪
મને શ્રીજી પ્રભુમાં પ્રેમ હજો,
નીતિ નિયમમાં મારી નેમ હજો;
સદા સર્વનું કુશળ ક્ષેમ હજો... યોગી꠶ ૫
Swāmī Bāpā amārī tame rakshā karo
1-974: unknown
Category: Yogiji Maharajna Pad
Yogī (Swāmī) Bāpā amārī tame rakshā karo,
Mam mastak par tame hast dharo...
Mārā haiyā taṇo sahu mel haro,
Vaḷī bhakti taṇo rūḍo bhāv bharo;
Māre āsharo ek tamāro raho... Yogī 1
Mārā hāthmā āpnu kām hajo,
Mārā mukhmā āpnu nām hajo;
Māre kāne kathā avīrām hajo... Yogī 2
Kām krodh kadāpi mane lūṭe nahī,
Mārī dhīrajnu baḷ khuṭe nahī;
Mārā premno tātaṇo tūṭe nahī... Yogī 3
Mane sadāy santono sang hajo,
Mane Prabhu bhajanmā prasang hajo;
Ange angmā bhaktino rang hajo... Yogī 4
Mane Shrījī Prabhumā prem hajo,
Nīti niyammā mārī nem hajo;
Sadā sarvanu kushaḷ kshem hajo... Yogī 5