કીર્તન મુક્તાવલી
યોગીજી તમારાં દર્શનથી સુખચેન અમોને ખૂબ મળે
૧-૯૭૫: અજાણ્ય
Category: યોગીજી મહારાજનાં પદો
યોગીજી તમારાં દર્શનથી, સુખચેન અમોને ખૂબ મળે;
ભક્તિની વેલી અંતરથી ફાલી ફૂલીને ખૂબ ફળે... યોગીજી꠶ ટેક
દીનબંધુ દયાના છો સાગર, ગાગર દિલની છલકાવી દ્યો,
બળતા હૈયાને રુઝાવી સદા, મનડાં સૌનાં મલકાવી દ્યો;
કરુણાનિધિ બિરુદ સંભાળીને,
લઈ લેજો તમારા પાવ તળે... યોગીજી꠶ ૧
તમ રૂપની જ્યોતિ નિહાળીને દિલનાં અંધારાં દૂર થયાં,
કુબુદ્ધિ અને કુકર્મો તણાં એ પાપો ભરેલાં પૂર ગયાં;
તમ કૃપાથી જ્ઞાનજીવન સ્વામી,
જીવનમાં જ્ઞાનની જ્યોતિ પ્રજળે... યોગીજી꠶ ૨
યોગીજી તમારા નામતણી રસનાને સદાયે ટેવ પડે,
ગુણગાન સુણે આ કાન અને અંગોઅંગ તમારી સેવા કરે;
આપો એવી આશિષ ઓ સ્વામી,
તન મનના બધાયે વિકારો ટળે... યોગીજી꠶ ૩
ભક્તોના તારણહાર બની આવ્યા છો તમે ગરુડ ગામી,
‘ઘનશ્યામ’ પ્રભુ સાકાર તમે અક્ષર પુરુષોત્તમ છો સ્વામી;
યોગીજી તમારી મસ્તીમાં,
સૌ ભક્તો મસ્ત બનીને ફરે... યોગીજી꠶ ૪
Yogījī tamārā darshanthī sukhchen amone khub maḷe
1-975: unknown
Category: Yogiji Maharajna Pad
Yogījī tamārā darshanthī,
sukhchen amone khub maḷe;
Bhaktinī velī antarthī,
fālī fūline khub faḷe...
Dīnbandhu dayānā chho sāgar,
gāgar dilnī chhalkāvī dyo,
Baḷtā haiyāne rujhāvī sadā,
manḍā saunā malkāvī dyo;
Karuṇānidhi birūd sambhāḷīne
Laī lejo tamārā pāv taḷe... Yogījī 1
Tam rūpnī jyoti nihāḷīne,
dilnā andhārā dūr thayā,
Kubuddhi ane kukarmo taṇā,
e pāpo bharelā pūr gayā
Tam krupāthī Gnānjīvan Swāmī
Jīvanmā gnānnī jyoti prajaḷe... Yogījī 2
Yogījī tamārā nāmtaṇī,
rasnāne sadāye ṭev paḍe
Guṇgān suṇe ā kān ane,
angoang tamārī sevā kare;
Āpo evī āshīsh o Swāmī,
Tan mannā badhāye vīkāro ṭaḷe... Yogījī 3
Bhaktonā tāraṇhār banī,
āvyā chho tame garuḍ gāmī,
‘Ghanshyām’ Prabhu sākār tame,
Akshar Purushottam chho Swāmī;
Yogījī tamārī mastīmā,
sau bhakto mast banīne fare... Yogījī 4