કીર્તન મુક્તાવલી

તમે મારા થયા હું તમારો થયો બહુનામી

૧-૯૯૨: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

તમે મારા થયા હું તમારો થયો બહુનામી,

 આવો આવો સહજાનંદ સ્વામી... ꠶ટેક

હું તો જપું તમારી માળા, કરું નિશદિન કાલાવાલા;

વા’લા વેગે આવો, મારા મનડે ભાવો બહુનામી... ꠶ ૧

શ્રીજી વાટલડી તારી જોતો, વ્હાલા તારા વિયોગે હું રોતો;

આંખો અશ્રુભીની, રોઈ રોઈ થઈ છે ઝીણી બહુનામી... ꠶ ૨

શ્રીજી હું છું તમારો બાળ, તમે મારા જીવન પ્રતિપાળ;

દિવસ રેન નહિ, હૈયે ચેન નહિ બહુનામી... ꠶ ૩

તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યો અમારો;

મુખે માગું એવું, તવ શરણે રહેવું બહુનામી... ꠶ ૪

Tame mārā thayā hu tamāro thayo Bahunāmī

1-992: unknown

Category: Yogiji Maharajna Pad

Tame mārā thayā, hu tamāro thayo Bahunāmī,

 Āvo āvo Sahajānand Swāmī...

Hu to japu tamārī māḷā, karu nishdin kālāvālā;

 Vā’lā vege āvo, mārā manḍe bhāvo Bahunāmī... 1

Shrījī vāṭalḍī tārī joto, vahālā tārā viyoge hu roto;

 Ānkho ashrūbhīnī, roī roī thaī chhe jhīṇī Bahunāmī... 2

Shrījī hu chhu tamāro bāḷ, tame mārā jīvan pratipāḷ;

 Dīvas ren nahi, haiye chen nahi Bahunāmī... 3

Tav bhakta kahe Prabhu āvo, āvī hāth grahī lyo amāro;

 Mukhe māngu evu, tav sharaṇe rahevu Bahunāmī... 4

loading