કીર્તન મુક્તાવલી

તું પ્રીત પ્રભુથી કરતો જા એક નામ શ્રીજીનું રટતો જા

૧-૯૯૪: વલ્લભદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

તું પ્રીત પ્રભુથી કરતો જા, એક નામ શ્રીજીનું રટતો જા... તું꠶ ટેક

તને દેહ માનવનો મોંઘો મળ્યો, ધન કારણ દિવસ રાત રળ્યો;

 હવે ભક્ત મંડળમાં ભળતો જા... તું꠶ ૧

તું સંસાર સાગરે ભૂલો પડ્યો, મૂકી મારગ મોક્ષનો બીજે ચડ્યો;

 હવે જાગ જગતથી ચેતી જા... તું꠶ ૨

તારું જીવન જોને જાતું રહ્યું, તોયે માયામાં મન મોહી રહ્યું;

 હવે સંત શરણમાં રહેતો જા... તું꠶ ૩

તુને જ્ઞાનજીવનજી ગુરુ મળતાં, કહે વલ્લભદાસ ફેરા ટળ્યા;

 હવે લાભ જીવનમાં લેતો જા... તું꠶ ૪

Tu prīt Prabhuṭhī karto jā ek nām Shrījīnu raṭto jā

1-994: Vallabhdas

Category: Yogiji Maharajna Pad

Tu prīt Prabhuṭhī karto jā,

 ek nām Shrījīnu raṭto jā...

Tane deh mānavāno mongho maḷyo,

dhan kāraṇ divas rāt raḷyo;

 Have bhakta manḍaḷmā bhaḷto jā... tu 1

Tu sansār sāgare bhulo paḍyo,

mūkī mārag mokshano bīje chaḍyo,

 Have jāg jagat thī chetī jā... tu 2

Taru jīvan jone jātu rahyu,

toye mayāmā man mohī rahyu;

 Have sant sharaṇmā raheto jā... tu 3

Tune Gnānjīvanjī guru maḷtā,

kahe Vallabhdās ferā ṭaḷyā;

 Have lābh jīvanmā leto jā... tu 4

loading