કીર્તન મુક્તાવલી

રે લગની તો હરિવરથી લાગી

૧-૪૦૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી... ꠶ટેક

રે વાત કહું સુણ સાહેલી, રે બળિયોજી કીધા બેલી,

 માથું પહેલું પાસંગમાં મેલી... રે લગની꠶ ૧

રે ન ડરું હું લોક તણી લાજે, રે શિર ઉપર ગિરિધર ગાજે,

 આ દેહ ધર્યો નટવર કાજે... રે લગની꠶ ૨

રે શિર પર જો બીજો ધારું, રે તો બગડે જીવતર મારું,

 હું જીતી બાજી તે કેમ હારું... રે લગની꠶ ૩

રે હરિ વિના બીજાને વરવું, રે ગજ તજી ખર ચડીને ફરવું,

 એ જીવ્યાથી રૂડું મરવું... રે લગની꠶ ૪

રે મરજાદા જગની મેટી, રે બાંધી મેં પ્રેમ તણી પેટી,

 બ્રહ્માનંદનો વહાલો ભેટી... રે લગની꠶ ૫

Re lagnī to Harivarthī lāgī

1-409: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Re lagnī Harivarthī lāgī, me tan dhannī āshā tyāgī... °ṭek

Re vāt kahu suṇ sāhelī, re baḷiyojī kīdhā belī,

 Māthu pahelu pāsangmā melī... Re lagnī° 1

Re na ḍaru hu lok taṇī lāje, re shir upar Giridhar gāje,

 Ā deh dharyo Naṭvar kāje... Re lagnī° 2

Re shir par jo bījo dhāru, re to bagaḍe jīvatar māru,

 Hu jītī bājī te kem hāru... Re lagnī° 3

Re Hari vinā bījāne varavu, re gaj tajī khar chaḍīne faravu,

 E jīvyāthī rūḍu maravu... Re lagnī° 4

Re marjādā jagnī meṭī, re bāndhī me prem taṇī peṭī,

 Brahmānandno vahālo bheṭī... Re lagnī° 5

loading