કીર્તન મુક્તાવલી

ધીરજ સમ નહિ ધન રે સંતો

૧-૪૧૫: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(ધીરજાખ્યાન પદ: ૧૨)

પદ - ૪

ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ સમ નહિ ધન;

આવે અરથ દોહ્યલે દન રે, સંતો ધીરજ સમ નહિ ધન... ટેક

અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સહેવાય તન;

તેમાં કાયર થઈને કેદી, ન વદે દીન વચન રે... સંતો꠶ ૧

ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન;

તે તો સરવે સહે શરીરે, જાણી તે અજ્ઞ જન રે... સંતો꠶ ૨

ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન;

કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિનાં વન રે... સંતો꠶ ૩

આગે સીતા કુંતા ને દ્રૈપદી, ધારી ધીરજ અતિ મન;

નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે... સંતો꠶ ૪

Dhīraj sam nahi dhan re santo

1-415: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Dhīrajākhyān pad: 12)

Pad - 4

Dhīraj sam nahi dhan re,

 santo dhīraj sam nahi dhan;

Āve arath dohyale dan re,

 santo dhīraj sam nahi dhan...

Atol dukh paḍe jyāre āvī,

 te to na sahevāy tan;

Temā kāyar thaīne kedī,

 na vade dīn vachan re... santo 1

Dhīrajvantne āpe atyant,

 dukh bahu durijan;

Te to sarve sahe sharīre,

 jāṇī te agna jan re... santo 2

Dhīraj dhārī rahe narnārī,

 pāme te sukh-sadan;

Kashṭ kāpvāno e chhe kuhāḍo,

 vāḍhe vipattinā van re... santo 3

Āge Sītā Kuntā ne Draupadī,

 dhārī dhīraj ati man;

Nishkuḷānandnā Nāthne karyā,

 pūraṇ eṇe prasanna re... santo 4

loading