કીર્તન મુક્તાવલી

તમે અંતરની આંખે ઓળખી

૧-૪૩૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

તમે અંતરની આંખે ઓળખી,

 કરો સદ્‍ગુરુ સંતનો સંગ... ઓળખવું અંતરે꠶ ૧

ગાયે ગીતા ભાગવત સંતને, એવા લક્ષણ હોય જેને અંગ... ઓળખવું અંતરે꠶ ૨

એથી અર્થ સરે સર્વે આપણો, જાયે જન્મ-મરણનું દુઃખ... ઓળખવું અંતરે꠶ ૩

હરખ શોક શમે આ સંસારના, થાયે અંતરે શાંતિ ને સુખ... ઓળખવું અંતરે꠶ ૪

કરે નિરભે ભાંગી ભવ ભયને, તેને પાછો પરાભવ ન થાય... ઓળખવું અંતરે꠶ ૫

મટે કાળ કર્મ ને કલ્પના, જમ શિર તે જાંગીના વાય... ઓળખવું અંતરે꠶ ૬

સાચા સદ્‍ગુરુથી સુખ પામીએ, ખાયે ખોટાથી મોટી જો ખોટ... ઓળખવું અંતરે꠶ ૭

જેથી જન્મ જાય એળે આપણો, પછે ચડીએ તે કાળની ચોટ... ઓળખવું અંતરે꠶ ૮

મિથ્યાવાદીને સંગે જો મા’લતાં, કોઈ કાળે જો ન સરે કાજ... ઓળખવું અંતરે꠶ ૯

પાર ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ટનું જા’જ... ઓળખવું અંતરે꠶ ૧૦

એમ સત્ય અસત્યને ઓળખી, વળી કરીએ વિવેક વિચાર... ઓળખવું અંતરે꠶ ૧૧

કહે નિષ્કુળાનંદ નર હેતનું, એળે ન ખોઈએ આ અવતાર... ઓળખવું અંતરે꠶ ૧૨

ખોયે

Tame antarnī ākhe oḷakhī

1-433: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Tame antarnī ākhe oḷakhī,

Karo sad‍guru santno sang... Oḷakhavu antare° 1

Gāye Gītā Bhāgvat santne, evā lakṣhaṇ hoy jene ang... Oḷakhavu antare° 2

Ethī arth sare sarve āpaṇo, jāye janma-maraṇnu dukh... Oḷakhavu antare° 3

Harakh shok shame ā sansārnā, thāye antare shānti ne sukh... Oḷakhavu antare° 4

Kare nirabhe bhāgī bhav bhayne, tene pāchho parābhav na thāy... Oḷakhavu antare° 5

Maṭe kāḷ karma ne kalpanā, jam shir te jāngīnā vāy... Oḷakhavu antare° 6

Sāchā sad‍guruthī sukh pāmīe, khāye khoṭāthī moṭī jo khoṭ... Oḷakhavu antare° 7

Jethī janma jāy eḷe āpaṇo, pachhe chaḍīe te kāḷnī choṭ... Oḷakhavu antare° 8

Mithyāvādīne sange jo mā’latā, koī kāḷe jo na sare kāj... Oḷakhavu antare° 9

Pār na kare pot pāṣhāṇnu, tare tāre jo kāṣhṭnu jā’j... Oḷakhavu antare° 10

Em satya asatyane oḷakhī, vaḷī karīe vivek vichār... Oḷakhavu antare° 11

Kahe Niṣhkuḷānand nar hetnu, eḷe na khoīe ā avatār... Oḷakhavu antare° 12

khoye

loading