કીર્તન મુક્તાવલી

ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરો જી

૧-૪૭૦: નારાયણદાસ

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરો જી;

એ વિના ઉપાધિ બીજી, વેઠ તરીકે ધારો જી... ૧

સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે, સ્વપ્ના સાથે જાશે જી;

જાગ્યા પછી કાંઈ મળે નહિ, એકેય વસ્તુ પાસે જી... ૨

જન્મ્યા પહેલાં જગત નહોતું, મૂવા પાછળ નથી જી;

વચમાં વળગ્યું જૂઠા જેવું, કવિ કહે છે કથી જી... ૩

માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટો જી;

દાસ નારાયણ હરિ ભજીને, લાભ કરી લ્યો મોટો જી... ૪

Bhavsāgarmā bhakti Harinī ugarvāno āro jī

1-470: Narayandas

Category: Updeshna Pad

Pad - 3

Bhavsāgarmā bhakti Harinī, ugarvāno āro jī;

 E vinā upādhi bījī, veṭh tarīke dhāro jī... 1

Svapnānī samrūddhī sarve, svapnā sāthe jāshe jī;

 Jāgyā pachhī kāī maḷe nahi, ekey vastu pāse jī... 2

Janmyā pahelā jagat nahotu, mūvā pāchhaḷ nathī jī;

 Vachmā vaḷgyu jūṭhā jevu, kavī kahe chhe kathī jī... 3

Māyāno prapanch rachyo chhe, khel khalakno khoṭo jī;

 Dās Nārāyaṇ Hari bhajīne, lābh karī lyo moṭo jī... 4

loading