કીર્તન મુક્તાવલી

મુને સ્વપને ન ગમે રે સંસાર

૧-૪૯૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

મુને સ્વપને ન ગમે રે સંસાર, કહોને કેમ કીજિયે;

વમન થયું મન ઊતર્યું, એવો જાણ્યો રે સંસાર... કહોને꠶ ૧

સેજ પલંગ ને પોઢણાં, કોઈ તળાંસે પાવ,

પતંગ પડ્યો તે ઉપરે, માથે જમ કેરો દાવ... કહોને꠶ ૨

મૃગરાજના મુખમાં, જે કોઈ આવે જરૂર,

ખાનપાનને વિસરે, મરવું દેખે (તે) હજૂર... કહોને꠶ ૩

સ્વારથે સહુ કોઈ મળી, વિધ વિધ કરે વાત,

અંતરમાં કેમ ઊતરે, નજરે દીઠેલ ઘાત... કહોને꠶ ૪

સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ,

નિષ્કુળાનંદ નિશ્ચે કર્યું, સુખ તો સદ્‌ગુરુ પાસ... કહોને꠶ ૫

સુપને; જમડાં

દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા કીર્તન માણો

Mune swapne na game re sansār

1-493: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 1

Mune swapne na game re sansār, kahone kem kījiye;

Vaman thayu man ūtaryu, evo jāṇyo re sansār... kahone 1

Sej palang ne poḍhṇā, koī taḷāse pāv,

Patang paḍyo te upare, māthe jam kero dāv... kahone 2

Mrugrājnā mukhmā, je koī āve jarūr,

Khānpānne visare, marvu dekhe hajūr... kahone 3

Svārthe sahu koī maḷī, vidh vidh kare vāt,

Antarmā kem ūtare, najare dīṭhel ghāt... kahone 4

Samjī vichārī je karo, tajo khalaknī ās,

Nishkuḷānand nische karyu, sukh to sadguru pās... kahone 5

Sadhu Gurukirtandas

loading