કીર્તન મુક્તાવલી

ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું

૧-૬૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૪

ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું, રાખ હરિરૂપમાં મન તારું;

પ્રગટનાં ભજનથી પરમસુખ પામીએ, ઉર થકી નાશ પામે અંધારું ꠶૧

નખશિખ નાથની મૂર્તિ સોહામણી, ચરણનાં ચિહ્ન સંતાપ ટાળે;

પ્રેમશું ચિંતવે ચરણ શ્રીહરિ તણાં, ગ્રંથિ ગાળે સર્વે કર્મ બાળે ꠶૨

નખતણી પંક્તિની જ્યોત નિત નિત નવી, ઉદરમાં ત્રિવળી અધિક શોભે;

ઉર વિષે શ્રીવત્સ ચિહ્નને નીરખતાં, સંતનાં ચિત્ત તત્કાળ લોભે ꠶૩

નેણ ને વેણ ચિત્તચોર સોહામણાં, પરમ ઉદાર અતિ ચતુર સ્વામી;

કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, પ્રગટ પ્રમાણ એ અંતરજામી ꠶૪

Bhajan kar bhāvshu pragaṭ Parabrahmanu

1-67: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 4

Bhajan kar bhāvshu pragaṭ Parabrahmanu,

 Rākh Harirūpmā man tāru;

Pragaṭnā bhajanthī paramsukh pāmīe,

 Ur thakī nāsh pāme andhāru. 1

Nakhshikh Nāthnī mūrti sohāmaṇī,

 Charaṇnā chihna santāp ṭāḷe;

Premshu chintve charaṇ Shrī Hari taṇā,

 Granthi gāḷe sarve karma bāḷe. 2

Nakhtaṇī panktinī jyot nīt nīt navī,

 Udarmā trivaḷī adhik shobhe;

Ur vishe Shrīvatsa chihnane nīrakhtā,

 Santnā chitt tatkāḷ lobhe. 3

Neṇ ne veṇ chittchor sohāmaṇā,

 Param udār ati chatur Swāmī;

Kahe chhe Muktānand bhaj dradh bhāvshu,

 Pragaṭ pramāṇ e antarjāmī. 4

loading