કીર્તન મુક્તાવલી

મેં તો સરવે સંગાથે તોડી રે સાહેલી

૧-૭૦૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૧

મેં તો સરવે સંગાથે તોડી રે સાહેલી,

એક જગના જીવન સાથે જોડી રે સાહેલી ꠶ ૧

શું કરશે પિયર સાસરિયાં રે સાહેલી,

મેં તો સમજીને પગલાં ભરિયાં રે સાહેલી ꠶ ૨

મેં તો નિશ્ચે કર્યું મનમાંથી રે સાહેલી,

શિરસાટે એ વર ક્યાંથી રે સાહેલી ꠶ ૩

પહેલું માથું પાસંગમાં મેલ્યું રે સાહેલી,

પછી વરવાનું બીડું ઝીલ્યું રે સાહેલી ꠶ ૪

હું તો રહું નહિ કોઈની વારી રે સાહેલી,

ધાર્યા એક ધણી ગિરિધારી રે સાહેલી ꠶ ૫

છાની વાત નહિ એ છાવી રે સાહેલી,

બ્રહ્માનંદના વહાલાની કહાવી રે સાહેલી ꠶ ૬

Me to sarve sangāthe toḍī re sāhelī

1-702: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 1

Me to sarave sangāthe toḍī re sāhelī,

Ek jagnā jīvan sāthe joḍī re sāhelī ° 1

Shu karashe piyar sāsariyā re sāhelī,

Me to samajīne pagalā bhariyā re sāhelī ° 2

Me to nishche karyu manmāthī re sāhelī,

Shirsāṭe e var kyāthī re sāhelī ° 3

Pahelu māthu pāsangmā melyu re sāhelī,

Pachhī varavānu bīḍu zīlyu re sāhelī ° 4

Hu to rahu nahi koīnī vārī re sāhelī,

Dhāryā ek dhaṇī Giridhārī re sāhelī ° 5

Chhānī vāt nahi e chhāvī re sāhelī,

Brahmānandnā vahālānī kahāvī re sāhelī ° 6

loading