કીર્તન મુક્તાવલી

હરિ હૈયાના હાર છો જી રે

૧-૭૮૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૧

હરિ હૈયાના હાર છો જી રે, તમે હરિ હૈયાના હાર છો,

 સેજ તણા શણગાર છો જી રે ꠶ટેક

મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણતણા આધાર છો જી રે ꠶ ૧

વા’લપણામાં અતિશે વહાલા રે, નટવર ધર્મકુમાર છો જી રે ꠶ ૨

દુરિજનિયાને દૂર ઘણા છો રે, પ્રેમી તે જનના પ્રાણ છો જી રે ꠶ ૩

મુક્તાનંદ કહે નરનાટક ધરી રે, શરણાગતના સાર છો જી રે ꠶ ૪

Hari haiyānā hār chho jī re

1-780: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 1

Hari haiyānā hār chho jī re,

tame Hari haiyānā hār chho,

 Sej taṇā shaṇgār chho jī re...

Mukhthī shu ghaṇu kahīe Mohan re,

 prāṇtaṇā ādhār chho jī re... 1

Vā’lpaṇāmā atishe vahālā re,

 Naṭvar Dharmakumar chho jī re... 2

Durijaniyāne dūr ghaṇā chho re,

 premī te jannā prāṇ chho jī re... 3

Muktānand kahe narnāṭak dharī re,

 sharaṇāgatnā sār chho jī re... 4

loading