કીર્તન મુક્તાવલી

ગિરનારી સિદ્ધોએ અમને ગાથા - ગુણાતીત યશગાથા

૨-૧૦૪: દેવેન્દ્ર પટેલ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

દોહા

શારદ ચંદ્ર ઉદય થયો, વરસ્યા અમૃત નીર,

આનંદ ઉચ્છવ છાઈ રહ્યો, ઉંડ નદીને તીર... ૧

મૂળ અક્ષર મૂળજી થઈ, પ્રગટ્યા ભાદરા ગામ,

ત્યાગી થઈ જૂનાગઢ રહ્યા, ધર્યું ગુણાતીતાનંદ નામ... ૨

ગિરનારી સિદ્ધોએ અમને ગાથા દિવ્ય સુણાવી’તી,

ગુણાતીતાનંદ સ્વામીએ અહીં બ્રહ્મ ધૂણી ધખાવી’તી... ꠶ટેક

ગૃહ ત્યજીને મૂળજી નિસર્યા કરવા કાર્યની સિદ્ધિ,

શ્રીજીએ મહાયજ્ઞ કરીને દીક્ષા ડભાણમાં દીધી,

અનાદિ આ ધામ અમારું ઓળખ એવી દીધી,

પોષી પૂનમના ચંદ્રમાએ સોળે કળા ફેલાવી’તી... ૧

મહાધ્યાનના અભ્યાસી સ્વામી સેવા સર્વની કરતા,

આગ્રહી ધર્મપાલનના નિરોધ વૃત્તિનો એ કરતા,

સ્વામીમાં રહેવા ત્યાગ વૈરાગ્ય સ્પર્ધા નિરંતર કરતા,

સત્સંગના સંસ્કારની ગંગા સ્વામીએ વહાવી’તી... ૨

વેદાંતીઓને સમજાવવા નિજ તેજને પાથરતા,

દર્શનમાં શ્રદ્ધા અલૌકિક ઊભા વર્ષામાં પલળતા,

વિષય વહેમને છોડાવવાને ગામો ગામ વિચરતા,

ભવોભવની વજ્ર બેડીઓ સ્વામીએ તોડાવી’તી... ૩

ગામ સાવરમાં પીડનારને વરદાન પુત્રનું અર્પ્યું,

જૂનાગઢ મંદિરનું શ્રીજીએ મહંત-પદ સોંપ્યું,

મુજ જૈસા ફકીર આ છે એવું નવાબને સમજાવ્યું,

ચાલીશ વર્ષની મહંત પદવી સ્વામીએ શોભાવી’તી... ૪

ગુણાતીતાનંદ ધામ અમારું શ્રીજીએ સમજાવ્યું,

આ જેવા કોઈ સાધુ નહિ એમ તિલક કરીને બતાવ્યું,

જુગ જુગ જીવો આવા જોગિયા છડીથી સૌને દર્શાવ્યું,

સ્વામીમાં હું અખંડ રહ્યો છું વાત શ્રીજીએ ભાખી’તી... ૫

અડતામાં અળગું કરે એવી વાતો બહુ વરસાવી,

માયાના તો અંગે અંગે જ્વાળાઓ સળગાવી,

સર્વાવતારી શ્રીજી એવી સૌને પ્રતીતિ કરાવી,

સર્વોપરીપણાની મોરલી સ્વામીએ વગાડી’તી... ૬

ગુણાતીતની તો વાત અનેરી પરમહંસો ગાતા,

ખારા જીવો ને મીઠા કરતા રંકને રાજા કરતા,

વચન સિદ્ધ એ સમર્થ શિષ્યો સ્વામીના સોહાતા,

જૂનાગઢના જોગીની ગાથા ઘેર ઘેર ગવાતી’તી... ૭

સ્વામીના સૌ સત્સંગીઓના આદર્શો લેવાયા,

બ્રહ્મવિદ્યાના ગુરુકુળમાં લાખો તો રંગાયા,

બ્રહ્મસ્વરૂપ ભગતજી સ્વામીના વારસ કા’વ્યા,

બ્રહ્મમોલ જાવાની નોબત સ્વામીએ ગગડાવી’તી... ૮

ચિરંજીવ રહ્યા છે સ્વામી ભલે ને ખોળિયું બદલાયું,

ભગતજી શાસ્ત્રીજીના પગલે યોગીએ શોભાવ્યું,

પ્રમુખસ્વામીની સાધુતાએ સકળ જગત ડોલાવ્યું,

અક્ષરજ્યોત અખંડ રહી છે શ્રીજીએ પ્રગટાવી’તી... ૯

Girnārī siddhoe amne gāthā - Guṇātīt Yashgāthā

2-104: Devendra Patel

Category: Gunatitanand Swami

Dohā

Shārad chandra uday thayo, varasyā amṛut nīr,

 Ānand uchchhav chhāī rahyo, Unḍ Nadīne tīr... 1

Mūḷ Akṣhar Mūḷjī thaī, pragaṭyā Bhādrā gām,

 Tyāgī thaī Jūnāgaḍh rahyā, dharyu Guṇātītānand nām... 2

Girnārī siddhoe amne gāthā divya suṇāvī’tī,

 Guṇātītānand Swāmīe ahī brahma dhūṇī dhakhāvī’tī... °ṭek

Gṛuh tyajīne Mūḷjī nisaryā karvā kāryanī siddhi,

 Shrījīe mahāyagna karīne dīkṣhā Ḍabhāṇmā dīdhī,

Anādi ā Dhām amāru oḷakh evī dīdhī,

 Poṣhī Pūnamnā chandramāe soḷe kaḷā felāvī’tī... 1

Mahādhyānnā abhyāsī Swāmī sevā sarvanī kartā,

 Āgrahī dharmapālannā nirodh vṛuttino e kartā,

Swāmīmā rahevā tyāg vairāgya spardhā nirantar kartā,

 Satsangnā sanskārnī Gangā Swāmīe vahāvī’tī... 2

Vedāntīone samajāvvā nij tejne pāthartā,

 Darshanmā shraddhā alaukik ūbhā varṣhāmā palaḷtā,

Viṣhay vahemne chhoḍāvvāne gāmo gām vichartā,

 Bhavobhavnā vajra beḍīo Swāmīe toḍāvī’tī... 3

Gām Sāvarmā pīḍanārne vardān putranu arpyu,

 Jūnāgaḍh mandirnu Shrījīe mahant-pad sopyu,

Muj jaisā fakīr ā chhe evu Navābne samajāvyu,

 Chālīsh varṣhnī mahant padavī Swāmīe shobhāvī’tī... 4

Guṇātītānand dhām amāru Shrījīe samajāvyu,

 Ā jevā koī sādhu nahi em tilak karīne batāvyu,

Jug jug jīvo āvā jogiyā chhaḍīthī saune darshāvyu,

 Swāmīmā hu akhanḍ rahyo chhu vāt Shrījīe bhākhī’tī... 5

Aḍatāmā aḷagu kare evī vāto bahu varsāvī,

 Māyānā to ange ange jvāḷāo saḷgāvī,

Sarvāvatārī Shrījī evī saune pratīti karāvī,

 Sarvoparīpaṇānī moralī Swāmīe vagāḍī’tī... 6

Guṇātītanī to vāt anerī paramhanso gātā,

 Khārā jīvo ne mīṭhā kartā rankne rājā kartā,

Vachan siddh e samarth shiṣhyo Swāmīnā sohātā,

 Jūnāgaḍhnā Jogīnī gāthā gher gher gavātī’tī... 7

Swāmīnā sau satsangīonā ādarsho levāyā,

 Brahmavidyānā gurukuḷmā lākho to rangāyā,

Brahmaswarūp Bhagatjī Swāmīnā vāras kā’vyā,

 Brahmamol jāvānī nobat Swāmīe gagḍāvī’tī... 8

Chiranjīv rahyā chhe Swāmī bhale ne khoḷiyu badlāyu,

 Bhagatjī Shāstrījīnā pagale Yogīe shobhāvyu,

Pramukh Swāmīnī sādhutāe sakaḷ jagat ḍolāvyu,

 Akṣharjyot akhanḍ rahī chhe Shrījīe pragaṭāvī’tī... 9

loading