કીર્તન મુક્તાવલી

મેં તો તમ સંગ જોડી પ્રીત્ય શામ સુહાગી રે

૨-૧૦૮૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૩

મેં તો તમ સંગ જોડી પ્રીત્ય શ્યામ સુહાગી રે;

તારું રૂપ જોઈ વ્રજરાજ્ય લગની લાગી રે. ટેક.

સુંદર નેણ સોહામણા રે, કુંડળ ઝળકે કાન;

હસતું વદન વિલોકતાં હું તો મગન થઈ મસ્તાન. શ્યામ. ૧

ભાલ વિશાલ બિરાજતું રે, શિશ સોરંગી પાઘ;

ફૂલડાના તોરા જોઈને મારે અધિક વધ્યો અનુરાગ. શ્યામ. ૨

હિંડલતા શુભ હારમાં રે, ભમર કરે ગુણગાન;

એ છબી ખુંતી અંતરે મન માન્યું છે ભીનેવાન. શ્યામ. ૩

નેણુંને શાને નાથજી રે, શામ કરી ચકચુર;

મુક્તાનંદના નાથજી હવે નિમષ ન મેલું દૂર. શ્યામ. ૪

Me to tam sang joḍī prītya Shyām suhāgī re

2-1080: Sadguru Muktanand Swami

Category: Murtina Pad

Pad - 3

Me to tam sang joḍī prītya Shyām suhāgī re;

Tāru rūp joī Vraj-rājya laganī lāgī re. ṭek.

Sundar neṇ sohāmaṇā re, kunḍaḷ zaḷake kān;

Hasatu vadan vilokatā hu to magan thaī mastān. Shyām. 1

Bhāl vishāl birājatu re, shish sorangī pāgh;

Fūlaḍānā torā joīne māre adhik vadhyo anurāg. Shyām. 2

Hinḍalatā shubh hārmā re, bhamar kare guṇgān;

E chhabī khuntī antare man mānyu chhe bhīnevān. Shyām. 3

Neṇune shāne Nāthjī re, Shām karī chakachur;

Muktānandnā Nāthjī have nimaṣh na melu dūr. Shyām. 4

loading