કીર્તન મુક્તાવલી

સંત લક્ષણ કહે હરિ હેતસું

૨-૧૦૮૫: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

(‘શ્રી સહજાનંદ સ્વામીના દાસ જે રે...’ એ રાગ છે)

પદ - ૧

સંત લક્ષણ કહે હરિ હેતસું રે,

 સુણો ઉદ્ધવ એક મન ચિત રે,

સેવિયે એવા સંતને રે,

સદા શુભ ગુણ શોભે ત્રિશ તનમાં રે,

 તેનું વિધયે વિધયે કહું વર્તાન્ત રે... સેવી.

કૃપાસિંધુ ન કરે દ્રોહ કોયનો રે,

 ક્ષમાવંત વદન સત્ય વાણ્ય રે... સેવી.

નિંદા દ્વેષ નહિ ને ઉપકાર અતિ રે,

 કામ રહિત જીતી છે ઇન્દ્રિ જાણ રે... સેવી.

કોમળ નિર્મળ આચાર અતિ ઘણો રે,

 સંગ્રહ રહિત લીયે છે લઘુ આહાર રે... સેવી.

શિતલ હૃદયે વિચાર પાળે ધર્મને રે,

 સાવધાન સદા વ્યાપે નહિ વિકાર રે... સેવી.

ધીર ગંભીર દયાળુ દીસે દિલના રે,

 ખટ ઉર્મિ ન કરે જેને ખેદ રે... સેવી.

માનરહિત જે દાસપણું દાખવે રે,

 સુણ્યા ગતિ દાતા જ્ઞાન અભેદ રે... સેવી.

સગા સહુના વિવેકી વિશ્વાશી વળી રે,

 ભ્રાંતિ રહિત હરિને પરાયણ રે... સેવી.

અતિ નિરાશી ઉદાસી આ સંસારથી રે,

 રટે નિશદિન નામ નારાયણ રે... સેવી.

સંપૂર્ણ લક્ષણ ક્યાં સંતના રે,

 ભાગવત એકાદશ અધ્યાય રે... સેવી.

ક્યું શ્રીમુખે ઉદ્ધવને આગલે રે,

 ક્યું નિષ્કુળાનંદે તે પદ માંય રે... સેવી.

કહ્યાં

Sant lakṣhaṇ kahe Hari hetsu

2-1085: Sadguru Nishkulanand Swami

Category: Sant Mahima Pad

(‘Shrī Sahajānand Swāmīnā dās je re...’ e rāg chhe)

Pad - 1

Sant lakṣhaṇ kahe Hari hetsu re,

 Suṇo Uddhav ek man chit re,

Seviye evā santne re,

Sadā shubh guṇ shobhe trish tanmā re,

 Tenu vidhaye vidhaye kahu vartānt re... Sevī.

Kṛupāsindhu na kare droh koyano re,

 Kṣhamāvant vadan satya vāṇya re... Sevī.

Nindā dveṣh nahi ne upakār ati re,

 Kām rahit jītī chhe indri jāṇ re... Sevī.

Komaḷ nirmaḷ āchār ati ghaṇo re,

 Sangrah rahit līye chhe laghu āhār re... Sevī.

Shital hṛudaye vichār pāḷe dharmane re,

 Sāvadhān sadā vyāpe nahi vikār re... Sevī.

Dhīr ganbhīr dayāḷu dīse dilnā re,

 Khaṭ urmi na kare jene khed re... Sevī.

Mān-rahit je dāspaṇu dākhave re,

 Suṇyā gati dātā gnān abhed re... Sevī.

Sagā sahunā vivekī vishvāshī vaḷī re,

 Bhrānti rahit Harine parāyaṇ re... Sevī.

Ati nirāshī udāsī ā sansārthī re,

 Raṭe nishadin nām Nārāyaṇ re... Sevī.

Sanpūrṇ lakṣhaṇ kyā santnā re,

 Bhāgavat ekādash adhyāya re... Sevī.

Kyu Shrīmukhe Uddhavne āgale re,

 Kyu Niṣhkuḷānande te pad māy re... Sevī.

kahyā

loading