કીર્તન મુક્તાવલી

ખોળો બાપાનો અમે ખુંદતા રે લોલ

૨-૧૧૫: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

ખોળો બાપાનો અમે ખુંદતા રે લોલ,

 લાડકા યોગીના અમે બાળ રે,

 બાપાનાં હેત મુને સાંભરે રે લોલ... ꠶ટેક

ઘરબાર ભૂલાતા’તા એના સંગમાં રે લોલ,

 ભૂલાતા’તા માત ને તાત રે... બાપાનાં હેત꠶ ૧

કાનમાં ફેરવતા બાપા આંગળી રે લોલ,

 ગળે ફેરવતા રૂડા હાથ રે... બાપાનાં હેત꠶ ૨

ખુરશીમાં બેસી બાપા ઘૂમતા રે લોલ,

 લેતા એ સૌની સંભાળ રે... બાપાનાં હેત꠶ ૩

તાળી પાળીને બાપા ડોલતા રે લોલ,

 હસતા નિશદિન યોગીરાજ રે... બાપાનાં હેત꠶ ૪

લેજો સંભાળ આ બાળની રે લોલ,

 માગે ભક્તો પડીને પાય રે... બાપાનાં હેત꠶ ૫

Khoḷo Bāpāno ame khundtā re lol

2-115: unknown

Category: Yogiji Maharajna Pad

Khoḷo Bāpāno ame khundtā re lol,

Lāḍkā Yogīnā ame bāḷ re,

 Bāpānā het mune sāmbhare re lol...

Gharbār bhultā’tā enā sangmā re lol,

 Bhultā’tā māt ne tāt re... Bāpānā het 1

Kānmā feravtā Bāpā āngaḷī re lol,

 Gale feravtā rūḍā hāth re... Bāpānā het 2

Khurshimā besī Bāpā ghumtā re lol,

 Letā e saunī sambhāḷ re... Bāpānā het 3

Tālī pāḍīne Bāpā ḍoltā re lol,

 Hastā nishdin Yogīrāj re... Bāpānā het 4

Lejo sambhāḷ ā bālnī re lol,

 Māge bhakto paḍīne pāy re... Bāpānā het 5

loading