કીર્તન મુક્તાવલી

જોગી તારી વાણીની બલિહાર

૨-૧૨૦: કાગ બાપુ

Category: યોગીજી મહારાજનાં પદો

જોગી તારી વાણીની બલિહાર, એ છે ત્રિભુવનની તારણહાર... ꠶ટેક

સાદી ને સોયલી સહજાનંદની, આપેલી અમૃત ધાર,

મડદાં માથે પડી મસાણે, બોલે જય જયકાર... જોગી꠶ ૧

જીભ ન બોલે બુદ્ધિ ન બોલે, બોલે ન વેદ વિસ્તારજી,

આતમને તારા વાચા ઉપજી, ઝીલે સકળ સંસાર... જોગી꠶ ૨

અધમ ઉધારન પતિત પાવન, ખળકે ગંગા ધારજી,

જેના પર એનો ધોધ પડે, એનો બેડલો થાય છે પાર... જોગી꠶ ૩

કાળા રંગનો ‘કાગડો’ એની, લીધી એ સ્વામીએ સારજી,

કાળો હતો ને બન્યો ઊજળો, હંસ ભણી અણસાર... જોગી꠶ ૪

Jogī tārī vāṇīnī balihār

2-120: Kaag Bapu

Category: Yogiji Maharajna Pad

Jogī tārī vāṇīnī balihār, e chhe tribhuvannī tāraṇhār...

Sādī ne soylī Sahajānandni, āpelī amrut dhār;

 Maḍdā māthe paḍī masāṇe, bole jayjaykār... Jogī 1

Jībh na bole būddhi na bole, bole na Veda vistārjī;

 Ātamne tārā vāchā upjī, jhīle sakaḷ sansār... Jogī 2

Adhām udhāran patit pāvan, khaḷke Gangā dhārjī;

 Jenā par eno dhoḍh paḍe, eno beḍlo thāy chhe pār... Jogī 3

Kāḷā rangno ‘Kāgḍo’ enī, līdhī e Swāmīe sārjī;

 Kāḷo hato te banyo ūjḷo, hans bhaṇī aṇsār... Jogī 4

loading