કીર્તન મુક્તાવલી

જૂનાં આરતી અષ્ટકો

૨-૧૨૯૦: અજાણ્ય

Category: વધારાનાં અષ્ટકો

કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,

ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખકંદ.

અક્ષર-પુરુષોત્તમ અહીં, પૃથ્વી ઉપર પધારિયા,

અનેક જીવ ઉદ્ધારવા, મનુષ્યતન ધારી રહ્યા.

પ્રગટ પુરુષોત્તમ જે, સુખરૂપ સહજાનંદ,

મૂળ અક્ષર એ જ છે, સ્વામી ગુણાતીતાનંદ.

એ બેઉના ગુણ ગાવવા, વિચાર કરે છે મતિ,

ગતિ આપો એહવી, ફેરફાર ન રહે રતિ.

જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લૈ તીર્થ માંહી ફર્યા,

 રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા;

મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી,

 અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઊચરી.॥ ૧॥

મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ,

 પવિત્રે સમ્પ્રાપ્તં સ્થિતિમતિવરૈકાન્તિકવૃષે,

સદાનન્દં સારં પરમહરિવાર્તાવ્યસનિનં,

 ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્.॥ ૨॥

શ્રીમન્નિર્ગુણમૂર્તયે ચ વિભવે જ્ઞાનોપદેષ્ટ્રે સદા,

 સર્વજ્ઞાય સમગ્રસાધુગુણિને માયાપરાય સ્વયમ્;

સર્વૈશ્વર્યવતે નિજાશ્રિતજનાનાં દોષહર્ત્રે ચ મે,

 પ્રાગ્જિત્સદ્‌ગુરવે નમોસ્તુ સતતં બ્રહ્માત્મમુક્તાય તે.॥ ૩॥

જેનું નામ રટ્યા થકી મલિન, સંકલ્પો સમૂળા ગયા,

 જેને શરણ થયા પછી ભવતણા, ફેરા વિરામી ગયા;

જેનું ગાન દશો દિશે હરિજનો, ગાયે અતિ હર્ષથી,

 એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી.॥ ૪॥

વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવની લોકમાં,

 દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા, સુદિવ્ય ભક્તો બધા;

હૈયે હેત ભર્યું મીઠું જનનીશું, ને હાસ્ય મુખે વસ્યું,

 તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, નિત્યે નમું ભાવશું.॥ ૫॥

શોભો સાધુ ગુણે સદા સરળ ને, જક્તે અનાસક્ત છો,

 શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની, કૃપાતણું પાત્ર છો;

ધારી ધર્મધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જ છો,

 નારાયણસ્વરૂપદાસ ગુણીને, સ્નેહે જ વંદું અહો.॥ ૬॥

બ્રહ્મરૂપે શ્રીજીસ્વામી સ્વરૂપમાં અનુરાગીએ,

એવી જ આશિષ દાસભાવે હસ્ત જોડી માગીએ.॥ ૭॥

Old Arti Ashtaks

2-1290: unknown

Category: Vadharana Ashtako

Kṛupā karo muj upare, sukh-nidhi Sahajānand,

Guṇ tamārā gāvavā, buddhi āpajo sukh-kand.

Akṣhar-Puruṣhottam ahī, pṛuthvī upar padhāriyā,

Anek jīva uddhārvā, manuṣhya-tan dhārī rahyā.

Pragaṭ Puruṣhottam je, sukhrūp Sahajānand,

Mūḷ Akṣhar e ja chhe, Swāmī Guṇātītānand.

E beunā guṇ gāvavā, vichār kare chhe mati,

Gati āpo ehavī, fer-fār na rahe rati.

Janmyā Kaushal Desh vesh baṭuno, lai tīrtha māhī faryā,

 Rāmānand maḷyā swadharma chalavyo, yagnādi moṭā karyā;

Moṭā dhām rachyā rahyā Gaḍhapure, be desh gādī karī,

 Antardhān thayā līlā Haritaṇī, sankṣhepmā ūcharī. 1

Mahā-dhyānā-bhyāsam vidadhatamajasram bhagavatah,

 Pavitre samprāptam sthiti-mati-varaikāntika-vṛuṣhe,

Sadānandam sāram parama-hari-vārtā-vyasaninam,

 Guṇātītānandam munivara-maham naumi satatam. 2

Shrīman-nirguṇa-mūrtaye cha vibhave gnānopadeṣhṭre sadā,

 Sarvagnāya samagra-sādhuguṇine māyā-parāya svayam;

Sarvaishvaryavate nijāshrita-janānām doṣha-hartre cha me,

 Prāgjit-sadgurave namostu satatam brahmātmamuktāya te. 3

Jenu nām raṭyā thakī, malin sankalpo samūḷā gayā,

 Jene sharaṇ thayā pachhī bhavtaṇā, ferā virāmī gayā;

Jenu gān dasho dishe harijano, gāye ati harshthī,

 Evā Yagnapurushdās tamne, pāye namu prīt thī. 4

Vāṇī amrutthī bharī madhusamī, sanjīvanī lokmā,

 Drashṭimā bharī divytā nīrakhtā, sudivya bhakto badhā;

Haiye het bharyu mīṭhu jannīshu, ne hāsya mukhe vasyu,

 Te Shrī Gnānjī Yogīrāj gurune, nitye namu bhāvshu. 5

Shobho sādhu guṇe sadā saraḷ ne, jakte anāsakta chho,

 Shāstrijī guru Yogījī ubhaynī, krupātaṇu pātra chho;

Dhārī dharmadhurā samudra sarkhā, gambhīr gnāne ja chho,

 Nārāyaṇswarupdās guṇīne, snehe ja vandu aho. 6

Brahmarūpe Shrījī-Swāmī swarūpmā anurāgīe,

Evī ja āshiṣh dās-bhāve hasta joḍī māgīe. 7

loading