કીર્તન મુક્તાવલી

પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી

૨-૫૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પાછી આપો તમારો પાડ રે, મારી ધોરાજીની ધાબળી... ꠶ટેક

સૂતાં બેઠાં સાંભરે મુને, ધાબળી ધોળી ફૂલ રે;

 દશ રૂપૈયા દેતાં ન મળે, એવી હતી અમૂલ રે... ૧

સુંવાળી ને સૂતર સરખી, ઝીણા પોતી જોર રે;

 ડોસે ભક્તે દેહ મૂક્યો ભાઈ, તેણે બાંધી’તી કોર રે... ૨

ચોલ રંગની ચટકીદાર, ઉન હતી અનૂપ રે;

 ઝીણી ઝીણી ત્રિબે ખિલિ, તેમાં થઈ તદરૂપ રે... ૩

કાળી રૂપાળી કોરે શોભે, લોભે જોઈ મન રે;

 ઓઢી બેસતાં અંતર માંઈ, ખરચ્યું ન ખટકે ધન રે... ૪

પાઠ કીધાનું પુસ્તક દીધું, લીધું તેનું ધન રે;

 કાલાવાલા ક્રોડ્ય કર્યા છે, તે જાણે મારું મન રે... ૫

એકના અઢી રોકડા આપ્યા, બીજાના આપ્યા બેય રે;

 અર્ધો જેમ તેમ જોડ્યો એ તો, પાંચ પુરાની છે જ રે... ૬

કામળી બળતી કેમ દેખાશે, થાશે મારું મરણ રે;

 બાળો મા એને બાંધી મૂકો, માંડ ફરે પ્રકરણ રે... ૭

અજાણે હું તો ઓઢી આવ્યો, કળ ન પડી કાંય રે;

 હવેની જો હાથ આવે તો, ઘાલું હું ગોદડી માંય રે... ૮

આજ પછી તો એમ નહીં કરું, ખૂબ વળી છે લાજ રે;

 નામું વાળું તો નરસું લાગે, આપો પાછી આજ રે... ૯

ધાબળી રાંડ ધુંધવી ઊઠી, ખમી ન શકી ખોટ્ય રે;

 બળતી જળતી બોલવા લાગી, લઈ મોટાની ઓટ્ય રે... ૧૦

Pāchhī āpo tamāro pāḍ re mārī Dhorājīnī dhābaḷī

2-53: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Pāchhī āpo tamāro pāḍ re, mārī Dhorājīnī dhābaḷī... °ṭek

Sūtā beṭhā sāmbhare mune, dhābaḷī dhoḷī fūl re;

 Dash rūpaiyā detā na maḷe, evī hatī amūl re... 1

Suvāḷī ne sūtar sarkhī, zīṇā potī jor re;

 Ḍose bhakte deh mūkyo bhāī, teṇe bāndhī’tī kor re... 2

Chol rangnī chaṭkīdār, un hatī anūp re;

 Zīṇī zīṇī tribe khili, temā thaī tadrūp re... 3

Kāḷī rūpāḷī kore shobhe, lobhe joī man re;

 Oḍhī bestā antar māī, kharachyu na khaṭke dhan re... 4

Pāṭh kīdhānu pustak dīdhu, līdhu tenu dhan re;

 Kālāvālā kroḍya karyā chhe, te jāṇe māru man re... 5

Eknā aḍhī rokaḍā āpyā, bījānā āpyā bey re;

 Ardho jem tem joḍyo e to, pānch purānī chhe ja re... 6

Kāmaḷī baḷatī kem dekhāshe, thāshe māru maraṇ re;

 Bāḷo mā ene bāndhī mūko, mānḍa fare prakaraṇ re... 7

Ajāṇe hu to oḍhī āvyo, kaḷ na paḍī kāy re;

 Havenī jo hāth āve to, ghālu hu godaḍī māy re... 8

Āj pachhī to em nahī karu, khūb vaḷī chhe lāj re;

 Nāmu vāḷu to narsu lāge, āpo pāchhī āj re... 9

Dhābaḷī rānḍ dhundhavī ūṭhī, khamī na shakī khoṭya re;

 Baḷtī jaḷtī bolvā lāgī, laī moṭānī oṭya re... 10

loading