કીર્તન મુક્તાવલી

અમી ભરેલી નજરું રાખો નારાયણ મુનિદેવ

૨-૭૦૦૧: અજાણ્ય

Category: પ્રાર્થના

અમી ભરેલી નજરું રાખો, નારાયણ મુનિદેવ રે,

દર્શન આપો, દુઃખડાં કાપો, નારાયણ મુનિદેવ રે...

ચરણકમળમાં શીશ નમાવી, વંદન કરું મહારાજ રે,

દયા કરીને ભક્તિ દેજો, નારાયણ મુનિદેવ રે... ૧

હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઊભો મહારાજ રે,

આશિષ દેજો ઉરમાં લેજો, નારાયણ મુનિદેવ રે... ૨

તારા ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહારાજ રે,

બની સુકાની પાર ઉતારો, નારાયણ મુનિદેવ રે... ૩

બાલ તમારો કરે વિનંતી, સાંભળજો મહારાજ રે,

મુજ અંતરમાં વાસ કરજો, નારાયણ મુનિદેવ રે... ૪

Amī bharelī najaru rākho Nārāyaṇ Munidev

2-7001: unknown

Category: Prarthana

Amī bharelī najaru rākho, Nārāyaṇ-Munidev re,

Darshan āpo, dukhḍā kāpo, Nārāyaṇ-Munidev re...

Charaṇkamaḷmā shīsh namāvī, vandan karu Mahārāj re,

Dayā karīne bhakti dejo, Nārāyaṇ-Munidev re... 1

Hū dukhiyāro tāre dwāre, āvī ūbho Mahārāj re,

Āshish dejo urmā lejo, Nārāyaṇ-Munidev re... 2

Tārā bharose jīvan naiyā, hākī rahyo Mahārāj re,

Banī sukānī pār utāro, Nārāyaṇ-Munidev re... 3

Bāḷ tamāro kare vinantī, sāmbhaḷjo Mahārāj re,

Muj antarmā vās karjo, Nārāyaṇ-Munidev re... 4

loading