કીર્તન મુક્તાવલી

મારે મંદિર ના’વો રે કે મોહન શા માટે

૨-૧૦૫૩: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે;

શિર સાટે ઘોળ્યું રે, કે વાલમ તમ માટે. ૧

શું કરશે ધોળ્યા રે, કે જૂઠા સંસારી;

ધરશો મા શંકા રે, કે મનમાં ગિરધારી. ૨

જગજીવન તમને રે, કે સાચા જાણીને;

કોણ માને જગની રે, કે ખોટી વાણીને. ૩

મારે મનડે ભાવ્યા રે, કે મોહન મરમાળા;

સો માથાં જાતાં રે, કે સોંઘા છોગાળા. ૪

તમ સાથે જોડી રે, કે સૌથી તોડીને;

દુરિજન શું કરશે રે, કે મુખડા મોડીને. ૫

શિરસાટે સમજી રે, કે બાંધ્યું છે બેલું;

બ્રહ્માનંદના વ્હાલા રે, કે તમને કેમ મેલું. ૬

સ્વામીની વાતો: ૬/૧૨૩

Māre mandir nā’vo re ke Mohan shā māṭe

2-1053: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Māre mandir nā’vo re, ke Mohan shā māṭe;

Shir sāṭe ghoḷyu re, ke vālam tam māṭe. 1

Shu karashe dhoḷyā re, ke jūṭhā sansārī;

Dharasho mā shankā re, ke manmā Girdhārī. 2

Jagjīvan tamane re, ke sāchā jāṇīne;

Koṇ māne jagnī re, ke khoṭī vāṇīne. 3

Māre manaḍe bhāvyā re, ke Mohan marmāḷā;

So māthā jātā re, ke songhā chhogāḷā. 4

Tam sāthe joḍī re, ke sauthī toḍīne;

Durijan shu karashe re, ke mukhaḍā moḍīne. 5

Shir-sāṭe samajī re, ke bāndhyu chhe belu;

Brahmānandnā vhālā re, ke tamane kem melu. 6

Swāmīnī Vāto: 6/123

loading