કીર્તન મુક્તાવલી

કરુણામય મૂર્તિ મોહન રે જનતણા મન હરો છો

૨-૧૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પદ - ૧

(‘સાચા સંતના અંગ એંધાણ રે’ - એ ઢાળ)

કરુણામય મૂર્તિ મોહન રે, જનતણા મન હરો છો;

કરુણાની દૃષ્ટિ કરીને રે, કારજ અમારાં કરો છો ꠶ ૧

કરુણામય મુખની વાણી રે, શીતળ સરખું બોલો છો;

નથી રેહતું કહેવા કેડે રે, બોલીને બંધ ખોલો છો ꠶ ૨

કરુણામય મુખની કાંતિ રે, શોભે છે સુંદર સારી;

મોહનજી તારા મુખ પર રે, વાલમજી જાઉં વારી ꠶ ૩

કરુણામય હાસ વિલાસ રે, લીધું મન કરને લટકે;

તારી ચાંખડિયું ચમકાળી રે, ચાલો છો ચટકે લટકે ꠶ ૪

કરુણામય અંગ આભૂષણ રે, કરુણામય વસ્ત્ર વા’લા;

કરુણાનું રૂપ ધર્યું છે રે, નીરખી જોયા નંદલાલા ꠶ ૫

કરુણામય કરિયાં સર્વે રે, યત્કિંચિત કારજ કાંઈ;

નથી તજવા જેવું તેમાં રે, ભજવા સરખું સુખદાઈ ꠶ ૬

કરુણામય કૃપા કરીને રે, નર તન રૂપે નાથ થયા;

દીનબંધુ દીનદયાળ રે, અમ ઉપર્ય કાંઈ કરી દયા ꠶ ૭

મોહનજી મે’ર કરીને રે, આનંદ દેવા આવ્યા છો;

નિષ્કુળાનંદના સ્વામી રે, વાલા અમને ભાવ્યા છો ꠶ ૮

Karuṇāmay mūrti Mohan re jantaṇā man haro chho

2-19: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Pad - 1

(‘Sāchā santnā ang endhāṇ re’ - E ḍhāḷ)

Karuṇāmay mūrti Mohan re, jantaṇā man haro chho;

Karuṇānī draṣhṭi karīne re, kāraj amārā karo chho ° 1

Karuṇāmay mukhnī vāṇī re, shītaḷ sarakhu bolo chho;

Nathī rehatu kahevā keḍe re, bolīne bandha kholo chho ° 2

Karuṇāmay mukhnī kānti re, shobhe chhe sundar sārī;

Mohanjī tārā mukh par re, vālamjī jāu vārī ° 3

Karuṇāmay hās vilās re, līdhu man karne laṭke;

Tārī chākhaḍiyu chamkāḷī re, chālo chho chaṭke laṭke ° 4

Karuṇāmay ang ābhūṣhaṇ re, karuṇāmay vastra vā’lā;

Karuṇānu rūp dharyu chhe re, nīrakhī joyā Nandlālā ° 5

Karuṇāmay kariyā sarve re, yatkinchit kāraj kāī;

Nathī tajvā jevu temā re, bhajvā sarkhu sukhdāī ° 6

Karuṇāmay kṛupā karīne re, nar tan rūpe Nāth thayā;

Dīnbandhu dīndayāḷ re, am uparya kāī karī dayā ° 7

Mohanjī me’r karīne re, ānand devā āvyā chho;

Niṣhkuḷānandnā Swāmī re, vālā amane bhāvyā chho ° 8

loading