કીર્તન મુક્તાવલી
સરલ વર્તવે છે સારું રે મનવા
સરલ વર્તવે છે સારું રે મનવા, સરલ વર્તવે છે સારું,
માની એટલું વચન મારું રે ꠶ટેક
મન કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બા’રું,
હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે ꠶ ૧
આકડ નર લાકડ સૂકા સમ, એને વળવા ઊધારું,
તેને તાપ આપી અતિ તીખો, સમું કરે છે સુતારું રે ꠶ ૨
આંકડો વાંકડો વીંછીના સરખો, એવો ન રાખવો વારું,
દેખી દ્રગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેંજારું રે ꠶ ૩
હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહીએ વાતું હજારું,
નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, રાખીએ નહિ અંધારું રે ꠶ ૪
Saral vartave chhe sāru re manvā
Saral vartave chhe sāru re manvā, saraḷ vartave chhe sāru,
Mānī eṭlu vachan māru re...
Man karma vachane mānne melī, kāḍhya abhimān bā’ru,
Hāth joḍī hājī hājī kartā, kedī na bagḍe te tāru re. 1
Ākad nar lākaḍ sūkā sam, ene vaḷvā ūdhāru,
Tene tāp āpī ati tīkho, samu kare chhe sutāru re. 2
Ānkḍo vānkḍo vīnchhīnā sarkho, evo na rākhvo vāru,
Dekhī drage koī dayā na āṇe, paḍe māthāmā penjāru re. 3
Hetnā vachan dhārī laīye haiye, shu kahīe vātu hajāru,
Nishkuḷānand nij kāraj karvā, rākhīe nahi andhāru re. 4