કીર્તન મુક્તાવલી
જ્યાન ન કરવું જોઈ રે સંતો
૧-૪૧૮: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
જ્યાન ન કરવું જોઈ રે સંતો જ્યાન ન કરવું જોઈ,
અતિ અંગે ઉન્મત્ત હોઈ રે... ꠶ટેક
જો જાયે જાવે તો કરિયે કમાણી, સાચવી લાવિયે સોઈ;
નહિ તો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવિયે ખોઈ રે... ꠶ ૧
જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી;
તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈ રે... ꠶ ૨
જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવિયે કિલબિષ ધોઈ;
પણ સામું ન લાવિયે સમજી, પાપ પરનાં તે ઢોઈ રે... ꠶ ૩
તેમ ભક્ત થઈને ભક્તિ કરિયે, હરિચરણે ચિત્ત પ્રોઈ;
નિષ્કુળાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવિયે જનમ વગોઈ રે... ꠶ ૪
Jyān na karvu joī re santo
1-418: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Jyān na karvu joī re santo jyān na karvu joī,
Ati ange unmatta hoī re... °ṭek
Jo jāye Jāve to kariye kamāṇī, sāchavī lāviye soī;
Nahi to beshī rahiye bāraṇe, paṇ gānṭhanī na āviye khoī re... ° 1
Jo ḍūbakī diye dariyāmā, motī sāru mane mohī;
To lāviye muktā mahāmūlā, paṇ nāviye deh ḍaboī re... ° 2
Jo jāy jaḷ Jāhnavī nā’vā, to āviye kilabiṣh dhoī;
Paṇ sāmu na lāviye samajī, pāp parnā te ḍhoī re... ° 3
Tem bhakta thaīne bhakti kariye, Haricharaṇe chitta proī;
Niṣhkuḷānand ke’ nar ghar mūkī, na jīviye janam vagoī re... ° 4