કીર્તન મુક્તાવલી

મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બૂડી

૨-૨૦: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પદ - ૨

(‘સાચા સંતના અંગ એંધાણ રે’ - એ ઢાળ)

મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી;

મારે અરસપરસ એહ સાથે રે, બીજી સમજણ નહિ ઊંડી ꠶ ૧

હું તો કુંભક રેચક પૂરક રે, જાણું નહિ કાંઈ સાધીને;

અમે પ્રાણ અપાનને રુંધી રે, સમજું નહિ સમાધિને ꠶ ૨

મુને આંખ્ય વિંચિને અંતર રે, જોતાં નથી આવડતું;

મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું ꠶ ૩

હું તો લીલાચરિત્ર લટકાં રે, વારમવાર વિચારું છું;

મારા અંતરમાં અલબેલો રે, શામળિયો સંભારું છું ꠶ ૪

મારે એ સંધ્યા ને સેવા રે, રાત દિવસ રુદિયે રાખું;

હું તો જીવનનું મુખ જોઈ રે, અંતરમાંયે અભિલાખું ꠶ ૫

મારે રે’ છે સુખ ને શાંતિ રે, અંતરમાં એણી રીત્યે;

ગુન ગાઉં છું ગોવિંદના રે, પ્રેમ કરી પૂરણ પ્રીત્યે ꠶ ૬

મારે ઈ છે વાત અંતરની રે, બા’ર્યે કંઈક બોલીને;

નથી કરવું બીજું કાંઈ રે, ભૂધરજીને ભૂલીને ꠶ ૭

સખી એ છે નાથ અમારો રે, અમે તો છૈયે એને;

નિષ્કુળાનંદના સ્વામીને રે, ભૂલીને ભજીએ કેને ꠶ ૮

Me to sukhnā sindhu joī re buddhi mārī tyā būḍī

2-20: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Pad - 2

(‘Sāchā santnā ang endhāṇ re’ - E ḍhāḷ)

Me to sukhnā sindhu joī re, buddhi mārī tyā būḍī;

Māre aras-paras eh sāthe re, bījī samjaṇ nahi ūnḍī ° 1

Hu to kumbhak rechak pūrak re, jāṇu nahi kāī sādhīne;

Ame prāṇ apānne rundhī re, samaju nahi samādhine ° 2

Mune ānkhya vinchine antar re, jotā nathī āvaḍtu;

Māre pargaṭ mūkī bīju re, chitte kāī nathī chaḍtu ° 3

Hu to līlā-charitra laṭkā re, vāramvār vichāru chhu;

Mārā antarmā Albelo re, Shāmaḷiyo sambhāru chhu ° 4

Māre e sandhyā ne sevā re, rāt divas rudiye rākhu;

Hu to jīvannu mukh joī re, antarmāye abhilākhu ° 5

Māre re’ chhe sukh ne shānti re, antarmā eṇī rītye;

Gun gāu chhu Govindnā re, prem karī pūraṇ prītye ° 6

Māre ī chhe vāt antarnī re, bā’rye kaīk bolīne;

Nathī karvu bīju kāī re, bhūdharjīne bhūlīne ° 7

Sakhī e chhe Nāth amāro re, ame to chhaiye ene;

Niṣhkuḷānandnā Swāmīne re, bhūlīne bhajīe kene ° 8

Sadhu Gurukirtandas

loading