કીર્તન મુક્તાવલી
2-1225: ક્યારેક શ્રીમહારાજ મનોહર
ક્યારેક શ્રીમહારાજ મનોહર
સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
પદ - ૭/૧૬
ક્યારેક શ્રીમહારાજ મનોહર, વર્ષા શરદ ઋતુમાં સુંદર. ૧
દુર્ગનગરને સમીપે સારી, જાણી ઘેલા નદીના નિર્મળ વારી. ૨
સાધુ સતસંગી લઈ સાથ, ન્હાવા પધારે સુરમુનિનાથ. ૩
પેહેરી વસ્ત્ર આભૂષણ પ્યારો, થઈ અસવાર અશ્વે દ્રગતારો. ૪
નિસરે ઊભી બજારે જોતાં, પુરજનના મનને અતિ મ્હોતા. ૫
જાઈ નદી તીરે વસ્ત્ર ઉતારી, ન્હાવા પેસે નવલવિહારી. ૬
નિરમળ નીર વખાણે ન્હાતા, હરિજનને આનંદના દાતા. ૭
નિજજન ભેળા બહુ પ્રકારે, જળક્રીડા કરી આનંદ વધારે. ૮
જળમાં દુબકી મારે ત્યારે, નાક આંખ્ય કાન દાબે તે વારે. ૯
ડુબકી મારી રહે ઝાઝી વાર, પ્રેમાનંદ નિરખી જાયે બલિહાર. ૧૦
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.