કીર્તન મુક્તાવલી
2-1340: દિવ્યં દિવ્યં દિવ્યં મહંતજીનું સઘળું દિવ્યમ્
દિવ્યં દિવ્યં દિવ્યં મહંતજીનું સઘળું દિવ્યમ્
સાધુ મધુરવદનદાસ
દિવ્યં દિવ્યં દિવ્યં મહંતજીનું સઘળું દિવ્યમ્,
શ્રીહરિ જેમાં અખંડ રાજે, આજે રૂપ મનુષ્યમ્... દિવ્યમ્
જનકલ્યાણે અવનિમાં જેનું પ્રાકટ્યં દિવ્યમ્,
કૃપા કરી અમ મંદિરિયે જેનું પધારવું દિવ્યમ્,
જેનું પધારવું દિવ્યમ્... દિવ્યમ્
બ્રાહ્મમુહૂર્તે ઊઠવું દિવ્યં, ધ્યાન ધરે તે દિવ્યમ્,
સ્નાનાદિક છે દિવ્યં દિવ્યં વસ્ત્ર પરિધાન દિવ્યમ્
મંદિરમાં આરતી કરે ને દર્શન કરવાં દિવ્યમ્,
સંતો-ભક્તોને નયનોથી મળતા જાયે દિવ્યમ્
મળતા જાયે દિવ્યમ્... દિવ્યમ્
વિશાલ ભાલે દિવ્ય તિલક ને મધ્યે ચંદ્રક દિવ્યમ્,
ક્વચિત્ લલાટે અર્ચા શોભે જે દિવ્યતિદિવ્યમ્,
એક ચિત્તથી હરિને ધારી માળા કરવી દિવ્યમ્,
(સ્વામિનારાયણ સ્વામિનારાયણ...)
પ્રદક્ષિણા ને થાળ પ્રાર્થના સર્વં દિવ્યં દિવ્યમ્,
દિવ્ય પૂજામાં સંતો-ભક્તો કીર્તન ગાયે દિવ્યમ્,
(દિવ્ય સભા પતિરાય બૈઠે...)
ભૂલકાઓ મુખપાઠ ભણે તે સાંભળવું પણ દિવ્યમ્,
કર જોડી દૃષ્ટિથી સૌને વંદન કરવા દિવ્યમ્,
જેમાં રહીને પુરુષોત્તમ બોલે પ્રીતે તે દિવ્યમ્... દિવ્યમ્
(શ્રીમદ્ સદ્ગુણ...)
યોગીજીને સ્મરતાં કરતા અલ્પાહાર સુદિવ્યમ્...
સંતોને હેતે બોલાવી પ્રસાદ આપે દિવ્યમ્,
મુલાકાતમાં ભક્તોને નયનોથી મળવું દિવ્યમ્,
મસ્તક હસ્ત મૂકીને આશીર્વર્ષા કરતા દિવ્યમ્,
આશીર્વર્ષા કરતા દિવ્યમ્..
ભોજનમાં પણ ભજન કરે તે દર્શન દિવ્યં દિવ્યમ્,
સૌને નેહે નિહાળી કરે સાયંભ્રમણં દિવ્યમ્,
પત્રો વાંચી લખી ભક્તને સુખિયા કરવા દિવ્યમ્
આધિ વ્યાધિ ઉપાધિ હરે ફોન કરીને દિવ્યમ્... દિવ્યમ્
બાળસભામાં બાળસખાને લાડ લડાવે દિવ્યમ્
યુવાસભામાં યુવાહૃદયને પાઠ ભણાવે દિવ્યમ્,
‘સંતો દિવ્યં ભક્તો દિવ્યં’ એ વચનો પણ દિવ્યમ્,
સંપીલા પરિવારની રચે સાંકળ દિવ્યં દિવ્યમ્
(સંપીલો પરિવાર અમારો સંપીલો પરિવાર...
અમારો બી.એ.પી.એસ. પરિવાર...)
ઉપાસના આજ્ઞા દૃઢાવતા વચનો દિવ્યં દિવ્યમ્,
વિવિધ હાર ને શાલમાં ભરી ભક્તિ ગ્રહેતા દિવ્યમ્,
દિવ્યમ્ દિવ્યમ્ મહંતજીનું સઘળું દિવ્યમ્,
ભોજન અલ્પ લઈને નિત્યે શતપદી કરે દિવ્યમ્,
નયનો મીંચી હરિને ધારી ચેષ્ટા બોલે દિવ્યમ્,
શયન કરે તે દિવ્યં દિવ્યં, સ્વપ્નાં જોવાં દિવ્યમ્,
યોગીજી ને પ્રમુખસ્વામીની વાતો કરતા દિવ્યમ્
દિવ્યમ્ કાવ્ય આ ગાય સુણે તે પણ બનશે દિવ્યમ્,
બ્રહ્મમનનથી બ્રહ્મરૂપ થઈ હરિપદ પામે દિવ્યમ્.
Popular Views
3. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
4. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.