કીર્તન મુક્તાવલી
2-1349: આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો
આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો
સાધુ કેશવકીર્તનદાસ
આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો,
આજ કળિયુગમાં પ્રમુખસ્વામીને પામ્યો,
જાણે પાનખરે ફૂલોનો મેળો જામ્યો. આજ કળિયુગમાં સાચા. ધ્રુવ
ઓસરતી ભક્તિના ટમટમતા દીવડા,
માયાના અંધારે અટવાતા જીવડા,
વાસનાના રંગોની હોળીમાં શ્રીજીની, ભક્તિનો કેસૂડો જામ્યો.
આજ કળિયુગમાં. ૧
ભવમાં બાંધે એવાં બંધન શું કામનાં,
પળમાં છૂટે એ તો સગપણ છે નામનાં,
મુક્તિના પગથારે કાયમના સથવારે, સ્વામીએ હાથ મારો થામ્યો.
આજ કળિયુગમાં. ૨
ગોતે સૌ નભમાં ધરતી ને ચહુદિશમાં,
ભેટ્યા ભગવંત મને પ્રમુખજીના વેશમાં,
ધન્યતાના સાગરમાં ઝબકોળી આતમનો, ભવભવનો રોગ આજ વામ્યો.
આજ કળિયુગમાં. ૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. મુને મહંતસ્વામીની લગની લાગી
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.