કીર્તન મુક્તાવલી

1-500: મૈં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ

મૈં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

મૈં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ;

સદ્‍ગુરુ મિલિયા અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ... ꠶ટેક

કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હૈ ઘડનનહારા;

જબતે મોયે સદ્‍ગુરુ મિલિયા, મિટ ગયા સર્વે ચારા... મૈં હું꠶ ૧

કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત;

કોણ ભાઈ ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત... મૈં હું꠶ ૨

નહિં રહ્યા મૈં નહિં ગયા મૈં, નહિં સુધર્યા નહિં બીગડા;

હમે હમારા કુલ સંભાર્યા, મત કરના કોઉ ઝગડા... મૈં હું꠶ ૩

પાનીમેંસે પુરુષ બનાયા, મળમૂત્ર કી ક્યારી;

મિલ્યા રામ ને સર્યાં કામ, અબ ના રહી કોઉસેં યારી... મૈં હું꠶ ૪

આગે તપસી તપસા કરતા, રહી ગઈ કિંચિત કામા;

તે કારણ આ નરતન ધરિયો, સો જાનત હૈ રામા... મૈં હું꠶ ૫

જે કારન આ નરતન ધરિયો, તે સરિયું છે કામ;

નિષ્કુળાનંદ કહે પ્રગટ મળ્યા મોહે, ટળ્યું નામ ને ઠામ... મૈં હું꠶ ૬