કીર્તન મુક્તાવલી

2-1239: આયો રે આયો રે મંગલ અવસર આજ

આયો રે આયો રે મંગલ અવસર આજ

સાધુ અક્ષરજીવનદાસ

આનંદ છાયો... મંગલ છાયો...

આનંદ છાયો... મંગલ છાયો...

ઉમંગ અંતરમાં છલકાયો...

પુણ્ય કમાવા અવસર આવ્યો, આનંદ આનંદ મંગલ છાયો,

પુણ્ય કમાવા અવસર આવ્યો, આનંદ આનંદ મંગલ છાયો,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ... ૧

 

ઉત્તરાયણના પુણ્ય પર્વમાં, પ્રમુખસ્વામીને રાજી કરવા,

ઉત્તરાયણના પુણ્ય પર્વમાં, મહંતસ્વામીને રાજી કરવા;

અવસર અમોલખ આયો રે, અવસર અમુલખ આયો રે,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ.... ૨

 

સ્વામિનારાયણ પ્રગટ બિરાજે, દાન ગ્રહે સુખ દેવા કાજે,

કરમાં ઝોળી ગ્રહી શ્રીહરિએ, ગુણાતીતાનંદ સંગે રે,

 

આલેક દે છે...

સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો!

સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો!

 

આલેક દે છે આંગણ આવી, ઝોળી ભરતા સૌ હરખાઈ,

અંતર ઉમંગ છવાયો, અંતર ઉમંગ છવાયો રે,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ.

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ... ૩

 

ઘર ઘર ફરતા ઝોળી લઈને, શાસ્ત્રીજી મહારાજ,

ગગન ચૂમતા મંદિર બાંધ્યા, ઉપાસનાને કાજ,

ગામે ગામે ઝોળી માંગી જોગીએ, મંદિરો ચલાવ્યા,

પ્રમુખસ્વામીએ સૌના જીવમાં, સત્સંગ દીપ પ્રગટાવ્યા,

અક્ષરપુરુષોત્તમનો મહિમા દેશ વિદેશ ફેલાયો,

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ.

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ.

 

કણ દઈ અનંત લેવાનું ટાણું, આંગણ આવ્યું આજ,

આલેક દે છે સન્મુખ આવી પ્રમુખસ્વામી મહરાજ,

આલેક દે છે સન્મુખ આવી મહંતસ્વામી મહરાજ,

માલિક સૌના એક જ એ છે, સૌના પોષણહાર,

ઝોળી સહજાનંદની ઘૂમે, સાત સમંદર પાર... ૪

 

ઝોળી છલકાવી દઈએ રે, દેનારો માંગે છે દાન,

એનું દીધેલું દઈએ પાછું, તન મન ધન ને દાન,

મન મૂકીને દઈએ આજે, તજી મમત અભિમાન,

અક્ષરધામે જવાને કાજે, પરવાનો અમે પાયો રે,

પરવાનો અમે પાયો રે પાયો રે પાયો રે,

પાયો રે પાયો રે મંગલ અવસર આજ,

 

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ.

આયો રે આયો રે આયો આયો રે, મંગલ અવસર આજ....