કીર્તન મુક્તાવલી
2-1261: પ્રમુખસ્વામીની આ સમજણ છે
પ્રમુખસ્વામીની આ સમજણ છે
સાધુ મધુરવદનદાસ
પ્રમુખસ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર,
ગુરુહરિ એક જ કર્તા હર્તા, આપણ શું કરનાર? પ્રમુખસ્વામીની. ધ્રુવ.
અક્ષરધામ, ભવ્ય મંદિરો, હજાર સંતો કરિયાં,
અગણિત કાર્યો સાધુતા, ભક્તિ, નિષ્ઠાથી ભરિયાં,
જાત ઘસી દીધી તોયે યશ હરિચરણે/ગુરુચરણે ધરનાર. પ્રમુખસ્વામીની. ૧
કાર્ય હોય નાનાં કે મોટાં અપાર વિઘ્નો નડતાં,
હરિઇચ્છાએ નિર્ભય નચિંત હળવાફૂલ બની રહેતા,
સફળતા મળે કે નિષ્ફળતા હરિમરજી/ગુરુમરજી ગણનાર. પ્રમુખસ્વામી. ૨
વિરોધીઓના વિરોધ વચ્ચે અડીખમ પર્વત બનતા,
ક્ષમા ધૈર્ય ને સાધુતા ધરી સૌમાં હરિ નિરખતા,
બીજામાંય વસીને ગુરુહરિ કસોટીના કરનાર. પ્રમુખસ્વામીની. ૩
અહંભાવ તો ભાગતો ફરે, દેહભાવ રહે ડરતો,
દાસભાવનો સાગર ઘૂઘવે, અભાવ-અવગુણ હરતો,
કર્તા છતાં અકર્તા થઈ હરિમસ્તીમાં રમનાર. પ્રમુખસ્વામીની. ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
9. મુને મહંતસ્વામીની લગની લાગી
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.