કીર્તન મુક્તાવલી

2-1266: સંત મહંત સ્વામી મહારાજ સૌને વ્હાલા લાગે

સંત મહંત સ્વામી મહારાજ સૌને વ્હાલા લાગે

વનમાળીદાસ

સંત મહંત સ્વામી મહારાજ, સૌને વ્હાલા લાગે છે;

સૌને વ્હાલા લાગે છે, પ્રાણ પ્યારા લાગે છે... ꠶ટેક

સાધુતાનું શિખર શોભે, દર્શન કાજે દિલડું લોભે;

સર્વે સંતોમાં શિરતાજ, સૌને વ્હાલા લાગે છે... સંત ꠶૧

વાણીમાં અમૃત ઝરે, સાંભળતા અંતર ઠરે;

વાલો વિચરે પરહિત કાજ, સૌને વ્હાલા લાગે છે... સંત ꠶૨

કરુણાભીની કરે દૃષ્ટિ, કર જોડી કરે હેતની વૃષ્ટિ;

ગૌરવ ગાયે સંત સમાજ, સૌને વ્હાલા લાગે છે... સંત ꠶૩

ગુરુ ઋણ સદા વનમાળી, શરણે લીધા દોષ નિવારી;

આપે અક્ષર કેરુ રાજ, સૌને વ્હાલા લાગે છે.... સંત ꠶૪