કીર્તન મુક્તાવલી
2-1337: મરમાળા મહંત સ્વામીમાં
મરમાળા મહંત સ્વામીમાં
સાધુ કેશવકીર્તનદાસ
મરમાળા મહંત સ્વામીમાં,
ચિત્તડાં અમારાં ખોવાયાં,
એની નેહ નીતરતી મૂર્તિમાં,
ચિત્તડાં અમારાં ખોવાયાં... ૧
ધીમાં ધીમાં બોલે સ્વામી,
મીઠાં મીઠાં વેણલાં,
અમૃતની વાદળીથી વરસે છે મેહુલા,
એની કરુણાભીની આંખ્યુંમાં,
મનડાં અમારાં મોહાયાં... ૨
પગલે પગલે સ્વામીજી,
અંતરનાં દુઃખડાં કાપે,
લટકે લટકે સ્વામીજી,
સુખના સાગર છલકાવે,
એની ભગવી મૂરતના કામણમાં,
જૂઠાં જગ વિસરાયાં... ૩
જગના એ નાથ મુજને સંતરૂપે મળીયા,
ધન્ય ધન્ય ભાગ્ય મારાં આજે સુફળિયાં,
એવા પ્રગટ પ્રભુ મહંત સ્વામીને,
મનમંદિરમાં પધરાવ્યા... ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.