કીર્તન મુક્તાવલી

2-1341: મુજ સંગાથે હરેક પલ

મુજ સંગાથે હરેક પલ

સાધુ મધુરવદનદાસ

મુજ સંગાથે હરેક પલ, હર સ્થલ છે મહંત સ્વામી,

બહાર જોઉં કે ભીતર, સંગે છે મહંત સ્વામી... ૧

 

વાર વાર હું ભૂલું એમને, એ કદી ના ભૂલે,

સ્મરું ત્યાં જ એ પ્રગટ થતા, નિર્માની મહંત સ્વામી.. ૨

 

લપસણી ધરા હોય તો તરત, ચેતવતા હૈયેથી,

જો લપસું તો તર્ત બાવડું, ઝાલે મહંત સ્વામી... ૩

 

પોતે તો બહું ઓછું બોલે, બીજામાં રહી બોલે,

પરમાં પોતે બોલે છે, એ શીખવે મહંત સ્વામી... ૪

 

હું તો બે-ત્રણ વાર જ નમું, દિવસમાં એનાં ચરણે,

સૌમાં રહી સો વાર મને, નિત નમતા મહંત સ્વામી... ૫