કીર્તન મુક્તાવલી
2-1248: પ્રમુખસ્વામીના પાવનકારી ગુણલા અપરંપાર
પ્રમુખસ્વામીના પાવનકારી ગુણલા અપરંપાર
ઈન્દ્રજીત ચૌધરી
પ્રમુખસ્વામીના પાવનકારી ગુણલા અપરંપાર,
પ્રીતમ જ્યાં જ્યાં પાવ ધરે ત્યાં, આનંદ ઊભરે અપાર.. ટેક
પ્રીતમ આવ્યાની ખબર પડે ને શેરી સજે શણગાર,
ઝૂમી રહે માનવનાં મનડાં, કરતાં જયજયકાર... પ્રમુખ ૧
પગલે પગલે પ્રમુખસ્વામીએ ધર્મના દીપ જલાવ્યા,
મહેલે ઝૂંપડે ઘર ઘર ઘૂમી ભક્તિભાવ જગાવ્યા,
સહજાનંદી ભગવા રંગે, વિશ્વ સકલ રંગનાર... પ્રમુખ ૨
જેના સ્મરણમાં છે પરમાનંદ, મંગલમય છે સ્વામી,
ભક્તિભીનું હૃદિયું એનું, શ્રીજીમય છે સ્વામી,
જીવનધન સ્વામી છે અમારા, મોક્ષ તણા દાતાર... પ્રમુખ ૩
નગર નગરના રાજવીઓએ સ્વામીને હોંશે વધાવ્યા,
વિશ્વવંદનીય પ્રમુખસ્વામીને સંતોએ બિરદાવ્યા,
આ ધરણી પર પ્રમુખસ્વરૂપે શ્રીજી કરે ટહુકાર... પ્રમુખ ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
12. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.