ગ્રંથ સમાપ્તિ વિષે વધામણાનું ધોળ

પદ – ૧

જી રે આજ રે સતસંગી શાણા આવો સૌ મળી રે;

જી રે બેસો રે સહુ સભામંડપ મોઝાર;

  હરિલીલા અમૃત પીયો હેતથી રે. ૧

જી રે આજ રે પ્રેમે પુસ્તકની તો પૂજા કરી રે;

  જી રે આજ રે દીધાં દ્વિજને નાનાવિધિ દાન. હરિલીલા꠶ જી રે

જી રે આજ રે દિનસંક્રાંતિનો સરવોપરી રે;

  આપ્યાં આજ રે સંત વિપ્રને ભોજનપાન. હરિલીલા꠶ ૨

જી રે આજ રે ગીત મંગળ માનની ગાય છે રે;

  જી રે આજ રે તેનો શોભે છે સુંદર સાદ. હરિલીલા꠶

જી રે આજ રે જુવો મોતિના સાથિયા પૂરિયા રે;

  જી રે આજ રે થાય પુષ્પ તણો વરસાદ. હરિલીલા꠶ ૩

જી રે આજ રે મેના પોપટ બોલે છે પાંજરે રે;

  જી રે આજ રે વાજાં વાજે છે વિવિધ પ્રકાર. હરિલીલા꠶

જી રે આજ રે રંગનો રતનાગર1 રેલીયો રે;

  જી રે આજ રે દિલ સર્વનાં દીસે ઉદાર. હરિલીલા꠶ ૪

જી રે આજ રે કાંઇ કોયલડી ટઊકા કરે રે;

  જી રે આજ રે આંબે પક્ષી કરે છે કલ્લોલ. હરિલીલા꠶

જી રે આજ રે સર્વ સુર નર નાગ ખુશી થયા રે;

  જી રે આજ રે અતિ ઉડે આનંદની છોળ. હરિલીલા꠶ ૫

જી રે આજ રે પ્રભુ પ્રત્યક્ષ આવી બિરાજીયા રે;

  જી રે આજ રે ભાસે ભક્તોને એવો આભાસ. હરિલીલા꠶

જી રે આજ રે તેજ દેખાય મૂર્તિયોમાં ઘણું રે;

  જી રે આજ રે પડે અક્ષર તુલ્ય પ્રકાશ. હરિલીલા꠶ ૬

જી રે આજ રે સુખસાગર ભાસે છે સર્વને રે;

  જી રે આજ રે દિલ હરખ્યા દશે દિગપાળ. હરિલીલા꠶ જી રે

જી રે આજ રે શિવ નૃત્ય કરે છે સ્નેહથી રે;

  જી રે આજ રે તે તો તાંડવના લઇ તાલ. હરિલીલાવ꠶ ૭

જી રે આજ રે અતિ ઉત્સાહનો દિન જોઇને રે;

  જી રે આજ રે દિલ રીઝિયા દીનદયાળ. હરિલીલા꠶ જી રે

જી રે આજ રે ભક્તિધર્મ તણા સુત ભાળિયા રે;

  જી રે જને રે જાણો વિશ્વવિહારિલાલ. હરિલીલા꠶ ૮

 

વધામણાનું ધોળ સમાપ્ત

॥ ઇતિ શ્રી હરિલીલામૃત સમાતમ્ ॥

પાદટીપો

1. સાગર

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે