સ્નેહગીતા
પદ ૧
રાગ: ગોડ મલાર
પ્રીતની રીત છે જો ન્યારીરી... પ્રી૦
જેહની બંધાણી તેણે રે જાણી, બીજા ન જાણે લગારીરી... પ્રી꠶ ॥૧॥
ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દીઠે દુઃખ ભારી ।
મીન સ્નેહી જાણો રે જળનો, પ્રાણ તજે વિન વારીરી... પ્રી꠶ ॥૨॥
પ્રીત પતંગ1 પ્રાણ પાવકમાં, 2 દેખત દૃગ દેત જારી3 ।
ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી... પ્રી꠶ ॥૩॥
પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, 4 કીજે તો કીજે વિચારી ।
નિષ્કુળાનંદ એવા સ્નેહીને સંગે, સદાયે રહે છે મુરારીરી... પ્રી꠶ ॥૪॥ પદ ॥૧॥