કીર્તન મુક્તાવલી
1-223: આવ્યો શ્રાવણ માસ અનૂપ
આવ્યો શ્રાવણ માસ અનૂપ
સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)
આવ્યો શ્રાવણ માસ અનૂપ, હિંડોળો માચ્યો રે;
જોઈ રાજી થયો મહેશ, તાંડવ નાચ્યો રે... ꠶ટેક
એ... શ્રાવણ ૠતુ રળિયામણી રે, બોલે દાદુર મોર;
વીજલડી ચમકા કરે, વરસે ગરજે ગગન ઘનઘોર... જોઈ꠶ ૧
એ... કિટ મુગટ કટિ કાછની રે, કરણે કર્ણિકાર;
મુખ મરકલડો જોઈને, મોહ્યો રતિ વનિતા ભરતાર... જોઈ꠶ ૨
એ... હીરામણી હેમે જડ્યાં રે, પચરંગી રત્ન પ્રવાલ;
ગજ મોતીવર પોખરા, શોભે પન્ના પિરોજા લાલ... જોઈ꠶ ૩
એ... હિંડોળે હરખે ભર્યા રે, ઝૂલે શ્રી ઘનશ્યામ;
પ્રેમાનંદ જોઈ નાથને થયો પાવન પૂરણકામ... જોઈ꠶ ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. મુને મહંતસ્વામીની લગની લાગી
8. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.