કીર્તન મુક્તાવલી
2-1263: ઓલી ઋતુઓમાં હેમંત જાણે
ઓલી ઋતુઓમાં હેમંત જાણે
સાધુ મધુરવદનદાસ
ઓલી ઋતુઓમાં હેમંત જાણે, નિજ ભાગ્યને વખાણે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧
ઓલી ગીતામાં કૃષ્ણ વખાણે, એ માગશર ટાણે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૨
ઓલ્યો સૂરજ પણ શરમાતો ઊગે, સાંજે વહેલો ઝૂકે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૩
ઓલ્યો ચાંદલિયો અડધો નભ-ગાલે, અડધો શાંતિ-ભાલે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા.૪
એનાં દર્શન દેવોને દુર્લભ, એ તો થ્યા સુલભ,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૫
એને લખી લખી શારદા હારે, નેતિ કહી વારે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૬
ઓલ્યા ચાણસદ ગામના ખોળે, વેદો જેને ખોળે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૭
ક્યાં ચાણસદ ક્યાં આ અક્ષર? ભજવે વેષ નટવર,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૮
એને ભાળી દિવાળીબા હરખે, મોતીભાઈ મરકે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૯
જાણે પંખીનો કલશોર થાયે, વેદમંત્ર ગવાયે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૦
ઓલી ગામની ગોરજ રૂડી, વધાવવાને ઊડી,
પ્રમુખસ્વામી પ્રગટ્ય’તા. ૧૧
ઓલ્યા મંદિરમાં ઘંટનાદ વાજે, જણાવવાને આજે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૨
જાણે આકાશી ચંદરવો હેઠો, તળાવ મહીં પેઠો,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૩
ઓલી રૂડી હનુમાનની દેરી, કરવા ધૂન હેલી,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૪
એ તો જગને ઉજાળવા કાજે, દીપક થઈ આજે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૫
એ શાસ્ત્રીજીના મુખનું પાન, યોગીજીના પ્રાણ,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૬
ઓલી ગુણાતીત વાતોની સાખે, ચિરંજીવ સાચે,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૭
એ તો શ્રીજીના હૈયાનું વ્હાલ, એથી હું નિહાલ,
પ્રમુખસ્વામી પ્રગટ્યા’તા. ૧૮
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. મુને મહંતસ્વામીની લગની લાગી
8. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.