કીર્તન મુક્તાવલી
2-1363: આજ મહા થાલ જીમો શ્રીજી મહારાજ
આજ મહા થાલ જીમો શ્રીજી મહારાજ
સાધુ અક્ષરજીવનદાસ
(‘ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ’ એ રાગ)
આજ મહા થાલ, જીમો શ્રીજી મહારાજ;
રાજ અક્ષર સંગાથ, અક્ષરપુરુષોત્તમ મહારાજ.
થાલ જીમો જી. ધ્રુવ
હરિ કે સેવા મેં બ્રહ્મચારી, જિનકી પ્રીત હરિ સે ન્યારી,
ઉન્મત્તગંગા જળ લે આઈ, તાંબા કુંડીમેં ઠલવાઈ;
બાજોઠ પર બેસાઈ, ન્હાએ મર્દન કર સુખદાઈ,
ધારે સુંદર અંગ શૃંગાર, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૧
પ્રથમ મેવા લીએ સાર, પપનસ બડે બડે દો ચાર,
સેતુર જંબુ હૈ ગુલદાર, કેળાં સફરજન અનાર;
શક્કરટેટી ચીકુ બોર, અમરુદ ઔર હૈ અખોર,
મીઠા ખરબૂચા હૈ લાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૨
હરિ કે સાફ કરકે બદામ, ખારેક મીઠી હૈ તમામ,
ખજૂર અંજીર હૈ ઘનશ્યામ, અમૃત આફુસી હૈ આમ;
નારંગી મોસંબી દ્રાક્ષ, મીઠા પપિતા લાએ ખાસ,
તાજે ફલ હૈં અપરંપાર, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૩
લડ્ડુ મગદળ કા હૈ સારા, હલવા ખુરમા ખૂબીવારા,
આટા જલેબીકા ન્યારા, બુંદી છૂટી લ્યો હૈ પ્યારા;
લે લે ખાજે પેંડે તાજે, ગુલગુલ આપ આપમેં ગાજે,
મઠિયાં મુરબ્બા રસાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૪
શીરો પૂરી ને દૂધપાક, બદામ ચારોળી હૈ દ્રાક્ષ,
લાએ બંગાલી મીઠાઈ, મીઠી રસમધુર સુખદાઈ;
સુંદર જાવંત્રી જાયફળ, ઔર કસ્તૂરી કેસર,
શિખંડ બાસુંદી કા થાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૫
હરિ કે મટકી દહીં હૈ મીઠા, ગુલાબજાંબુ રંગ મજીઠા,
કાજુકતરી પિસ્તા પાક, અમાપ ઘેવર મેથીપાક;
ફરસી પૂરી સક્કરપારા, ચકરી ચિવડા મગજ ન્યારા,
મોતીચૂર મોહનથાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૬
લડ્ડુ ચૂરમે કા ખૂબ, ઠોર માલપૂઆ અનૂપ,
બિરંજ મખ્ખનિયા મેસૂબ, બાટી ઘીમેં ડૂબાડૂબ;
ઘારી અડદિયા રસદાર, નમકીન રખ્ખે હૈં અપાર,
ચોળાફળી ફાફડે દાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૭
હરિ કે રોટી રોટલા ભાત, સુંદર તરકારી હૈ જાત,
ભીંડા વાલોળ વંતાક, ટમાટર ઘીસોડા કે શાક;
મૂળા વડી આલુ સબ્જી, ગલકાં કારેલી ઔર ભાજી,
ભજીયાં વટાણા ને વાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૮
ચટણી આમલીકી બનાઈ, કોથ ફીદીસે મિલવાઈ,
લીલે મિરચેકી તીખાઈ, આરસ પથ્થરસે કુટવાઈ;
લીલે મરીકે દાણે, ભારે ભાત ભાત અથાણે,
અંદર જીરા મિરચી લાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૯
કેરી લીંબુ આદે સારે, ગુંદા કેલ કે અચારે,
લીલે મિરચે તીખે ભારે, મેથી ગરમર સ્વાદુ ન્યારે,
દહીં માખણ છાશ મોળી, મોળે સાટે પૂરણપોળી,
દૂધ ઘી કઢી દાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૧૦
હરિ કે ભર સોનેકી ઝારી, પાની પીજે અવતારી,
પાન લવિંગ સુપારી, અંદર એલચી હૈ ન્યારી;
કાથા ચૂના હૈ પૂરણ, ભારે ભાત ભાત ચૂરણ,
મુખડા હો જાયેગા લાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૧૧
હરિ કે થાલ ભક્તગણ ગાવે, પ્રગટ અક્ષરબ્રહ્મ જીમાવે,
પ્રસાદી કી કરેલ આશ, શ્રીજી રખ લો અપને પાસ;
લીજે સ્વામીશ્રીજી નામ, જાણે પહોંચ્યા અક્ષરધામ,
દીજે દર્શન કરો નિહાલ, જીમો શ્રીજી મહારાજ.
રાજ અક્ષર. ૧૨
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.