કીર્તન મુક્તાવલી

2-1238: દિવ્યભાવ દિવ્યભાવનો સાગર છલકાયો જાય

દિવ્યભાવ દિવ્યભાવનો સાગર છલકાયો જાય

દિવ્યભાવ દિવ્યભાવ દિવ્યભાવનો (જોને) સાગર છલકાયો જાય,

લોઢ ઊછળે છે માહાત્મ્યના (આજ) મહંત મુખે લહેરાય... ધ્રુવ ૦

દિવ્યભાવનું અંજન એવું, દોષ નજરમાં ના’વે,

આઠી પહોર આનંદમાં ઝૂમે, સૌનો મહિમા ગાવે,

ઉપાસના ને દિવ્યભાવમાં સાધનમાત્ર સમાય... ૧

દિવ્યભાવમાં મગ્ન રહે તે, શ્રીજીને મન ભાવે છે,

દેવો એનાં દર્શન કરવા, અવની ઉપર આવે છે,

શ્રીહરિની વચનામૃત વાણી, ગુરુમુખે સમજાય... ૨

દાસ દાસના ગુલામ રહીએ, નિર્દોષબુદ્ધિ કરીએ,

સૌની પદરજ મસ્તક ધરીએ, યોગી પ્રમુખને વરીએ,

મહંત સ્વામીને વરીએ,

સત્સંગમાં જન્મ્યા તે સઘળા અક્ષરમુક્ત કહેવાય... ૩

છંદ

દિવ્યભાવનો સાગર છલકે

મહંત સ્વામીના અંતરમાં,

મુક્તભાવ ને બ્રહ્મભાવની

દિવ્ય દૃષ્ટિ છે ભીતરમાં;

જેને થયો સંબંધ પ્રગટનો,

નહીં મનુષ્ય એ મુક્ત સદા,

આંજો અંજન દિવ્યદૃષ્ટિનાં

અક્ષર તમને પ્રાર્થના...